• Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • To Develop 4 Beaches In The State Including Blue Flag Beach, Including Tithal Beach In Valsad, Rs. Allotment Of Grant Of Rs. 8 Crore

વિકાસના કામોને મંજૂરી:વલસાડના તિથલ બીચ સહિત રાજ્યના 4 બીચને બ્લ્યુ ફ્લેગ બીચ તરીકે વિકસાવવા રૂ. 8 કરોડની ગ્રાન્ટની ફાળવણી

વલસાડ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્થાનિક અગ્રણીઓ-લારી સંચાલકોને વિશ્વાસમાં લઈને કામ કરવામાં આવે તેવી માંગ
  • આ પહેલા તિથલ બીચને ડિસેબલ બીચ જાહેર કરી 4.50 કરોડ ફાળવવામાં આવ્યા હતા
  • કામમાં ભારે ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે ધારાસભ્ય અને સ્થાનિક લોકોએ ફરિયાદ કરી હતી

ગઈકાલે ગુરૂવારે રજૂ થયેલા બજેટમાં રાજ્યના 4 જેટલા બીચને બ્લુ ફ્લેગ સમાવેશ કરી 8 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. જેમાં નરેન્દ્ર મોદીના ડ્રિમ પ્રોજેકટ ડિસેબલ બીચ તિથલ બીચનો પણ બ્લ્યુ ફ્લેગ બીચમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેને લઈને વલસાડ તિથલ ગામના અગ્રણીઓમાં ભારે ઉત્સાહની સાથે કામગીરીઓમાં સ્થાનિક અગ્રણીઓને અને લારી સંચાલકોને વિશ્વાસમાં લઈને કામ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.

વલસાડ જિલ્લામાં આવેલ સુપ્રસિદ્ધ તિથલ બીચને દેશનો પ્રથમ ડિસેબલ બીચ બનાવી વડાપ્રધાનના સ્વપ્નને સાકાર કરવા ગુજરાત રાજ્યએનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો ડ્રિમ બીચ એટલે કે તિથલ બીચને દેશનો પહેલો ડિસેબલ બીચ બનાવવા માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવી હતી. પરંતુ બીચનો વિકાસ કોન્ટ્રાક્ટરોના કારણે અધુરો રહી ગયો હોવાની ચર્ચાઓ ઉઠવા પામી હતી. ત્યારે ફરી એકવાર પ્રધાનમંત્રીના બીચ માટે જે ગ્રાન્ટ આપવામાં આવી છે. એમાં ગોબચારી ન થાય અને વલસાડનો તીથલ બીચ બ્લુ ફ્લેગમાં સ્વચ્છ થાય એવી સ્થાનિક લોકોની માંગ ઉઠી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રિમ પ્રોજેક્ટ ડિસેબલ બીચ તરીકે દેશમાં એક માત્ર તિથલ બીચની પસંદગી કરવામાં આવી હતી અને કેન્દ્ર સરકારે રૂ. 4.5 કરોડની ગ્રાન્ટ ફાળવી હતી. જેના બાદ નરેન્દ્ર મોદીના ડ્રિમ પ્રોજેકટને ભ્રષ્ટાચારનું ગ્રહણ લાગ્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. જે બાદ કામ ભીંસમાં મુકાયું હતું. ઉલ્લેખનીય છે કે સ્થાનિક અગ્રણીઓ દ્વારા તિથલ બીચની થયેલી કામગીરીનો સર્વે કરવાની પણ માંગ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...