વૈશાલી હત્યા કેસ:બબીતાને વૈશાલીને 25 લાખ આપવા ન પડે તે માટે કોન્ટ્રાકટ કિલરને 8 લાખ આપી હત્યા કરાવી

વલસાડ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોન્ટ્રાકટ કિલરોએ વૈશાલીની કાર બેસી ક્લોરોફોર્મ સૂંધાડયા બાદ ગળું દબાવી હત્યા કરી

વલસાડ જિલ્લાનો ચર્ચિત વૈશાલી મર્ડર કેસમાં વલસાડ પોલીસેને સત્તત મહેનતથી મહત્વની સફળતા મળી હતી. વૈશાલીને 8 લાખ રૂપિયા આપવા ઐઅપ્પા મંદિરે બોલાવી હતી. જ્યાં રાજ્ય બહારથી સોશ્યલ મીડિયાના માધ્યમથી કોન્ટ્રાકટ કિલરને બોલાવી વૈશાલીની કારમાં કોન્ટ્રાકટ કિલર બબીતાના મિત્રો હોવાનું જણાવી વૈશાલીની કારમાં બેસાડ્યા હતા. જ્યાં કોન્ટ્રાકટ કિલરોએ ક્લોરોફોર્મ સૂંઘાડી વૈશાળીને બેભાન કરીને ગળે ટૂંપો આપીને કોન્ટ્રાકટ કિલરની હત્યા કરી હતી. વૈશાલીની કારને પારડી પાર નદીના કિનારે આવેલી અવારું જગ્યાએ કાર મૂકી કારની ચાવી અને મોબાઈલ લઈને જતા રહ્યા હતા. વલસાડ પોલીસે ઝીણવટ ભરી રીતે પૂછપરછ કરતા બબીતાએ છેવટે હત્યા કરવી હોવાનું કબુલ્યું હતું. વલસાડ પોલીસે બબીતાની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે.

હત્યા કરવી હોવાની કબૂલાત કરી
વલસાડ તાલુકાના સેગવી ખાતે રહેતી વૈશાલી હિતેશ બલસારાની પારડીની પાર નદી કિનારે આવેલી અવારું જગ્યામાં વૈશાલીની કારમાંથી વૈશાલીની શંકાસ્પદ હત્યા થયેલી હાલતમાં લાશ મળી હતી. ઘટનાની જાણ પારડી પોલીસની ટીમને થતા પારડી પોલીસે વલસાડ SOG, LCB, પારડી પોલીસ, સીટી પોલીસ અને ટેક્નિકલ સર્વેલન્સ સહિતની અલગ અલગ ટીમો બનાવી હત્યાનો ભેદ ઉકેલવા પ્રયાસો હાથ ધર્યા હતો. જેમાં નેત્રમ અને ખાનગી CCTV ફૂટેજ ચેક કરતા બબીતા શર્મા શંકાના ડાયરામાં હતી. વલસાડ પોલીસે ઝીણવટ ભરી રીતે પ્રેગનેટ બબીતા શર્માની પૂછપરછ દરમ્યાન આરોગ્ય વિભાગના તબીબોની મદદ લઈને પ્રાથમિક બબીતા દરમ્યાન બબીતાએ રાજ્ય બહારના કોન્ટ્રાકટ કિલર પાસેથી હત્યા કરવી હોવાની કબૂલાત કરી હતી

1 વર્ષથી મિત્રતા હતી
વૈશાલી અને બબીતા 1 વર્ષથી મિત્રતા હતી. વૈશાલી પાસેથી બબીતાએ વૈશાલી પાસેથી 25 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. તે રૂપિયા વૈશાલી પરત માંગતી હતી. 27મી ઓગષ્ટ સુધીમાં વૈશાળીએ બબીતા પાસેથી રૂપિયા ની પરત માંગ્યા હતા. જે રૂપિયા આપવા ન પડે તે માટે બબીતા શર્માએ રાજ્ય બહારથી કોન્ટ્રાકટ કિલર બોલાવી વૈશાલીની હત્યાનું ષડયંત્ર ઘડી કાઢ્યું હતું.

બબીતા ઉપર પોલીસની શંકા વધી હતી
પોલીસે રિક્ષામાંથી ઉતરતા અજાણ્યા 3 ઈસમો ઉપર શંકા હતી તે 3 ઉસમો પૈકી 1 ઈસમ વૈશાલી આવે તે પૂર્વે બબીતા સાથે વાત કરતા જોવા મળ્યા હતા. તે બાબતે પૂછપરછ કરતા અજાણ્યા ઈસમો ગુજરાતીમાં તેની મદદ માટે પૂછતાં હોવાનું જણાવ્યું હતું. પરંતું પોલીસની તપાસમાં તામામ અજાણ્યા ઈસમો હિન્દી બોલતા હોવાનું સામે આવતા બબીતા ઉપર પોલીસની શંકા વધી હતી.

8 લાખ રૂપિયા આપી હત્યા કરવી
વૈશાલીને 8 લાખ રૂપિયા આપ્યા બાદ તેની હત્યા કરવી તે રૂપિયા કોન્ટ્રાકટ કિલરને આપ્યા હતા. વૈશાલીને ક્લોરોફોમ સુઘડ્યા બાદ બબતાએ કાર ચલાવી પારડી પાર નદી સુધી કાર હંકારી લીધી હતી. જે દરમ્યાન કોન્ટ્રક કિલરોએ બબીતાની ગળે ટૂંપો આપીને હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું

અન્ય સમાચારો પણ છે...