આક્ષેપ:આમ આદમી પાર્ટીના ભાજપ પર આક્ષેપો, ઉમેદવારો પર દબાણ કરીને ફોમ ન ભરવા દેવાયાં

વલસાડ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આપના ઉમેદવારની કાર ઉપર હુમલો, બીજેપીના કાર્યકરોનો હાથ હોવાનો આક્ષેપ
  • કેટલાક ઉમેદવારોને ભાજપે ટીકીટ આપીને પોતાની તરફ કરી લીધા : આમ આદમી પાર્ટી
  • હુમલો કરવાની ઘટના અંગે વાપી જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

વલસાડ જિલ્લાના વાપી નગર પાલિકાની સામાન્ય ચૂંટણી જાહેર થતાની સાથે રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો. વાપી નગર પાલિકાની સામાન્ય ચૂંટણી આમ આદમી પાર્ટી પ્રથમ વખત ઉમેદવારી નોંધાવી રહી છે. આમ આદમી પાર્ટી દ્વારા 44 બેઠકો માટે ઉમેદવારોની યાદી તૈયાર કરવામાં આવી હતી. જે ભાજપના કેટલાક લોકોને ખબર પડતાં તેમણે આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારોને ઉમેદવારી ન નોંધાવવા દબાણ કર્યુ હોવાનો આક્ષેપ આમ આદમી પાર્ટી દ્વારા કરાયો હતો.

આપે આક્ષેપ કર્યો હતો કે તેમનામાં નોંધાયેલા કેટલાક ઉમેદવારોને ભાજપે ટીકીટ આપીને પોતાની તરફ કરી લીધા હતા અથવા તો આપમાં ફોર્મ જ ના ભરવા દબાણ કરાયું હતું. વધુમાં ગઈકાલે મંગળવારે રાત્રે વાપી ખાતે પ્રચાર કરી રહેલા આમ આદમી પાર્ટીના ઉમેદવારની કાર ઉપર હુમલો કરી કેટલાક આરોપીઓ ભાગી છૂટ્યા હતા. જેમાં બીજેપીના કાર્યકરોનો હાથ હોવાનો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ આડકતરી રીતે આક્ષેપ કર્યો હતો. જો કે ઉમેદવારની કાર ઉપર હુમલો કરવાની ઘટના અંગે વાપી જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી હતી.

અન્ય સમાચારો પણ છે...