ઉલટી ગંગા:વલસાડના વાપીમાં જાહેર રસ્તા પર પુરુષો સામે અશ્લીલ ઈશારાઓ કરતી ત્રણ મહિલાઓ ઝડપાઈ

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી

વલસાડ જિલ્લાના વાપી શહેરમાં જાહેરમાં પુરુષો સામે અશ્લીલ હરકતો કરતી ત્રણ મહિલાઓને પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

વાપી શહેરના બજારના મુખ્ય માર્ગ પર ત્રણ મહિલાઓ પુરુષોને જોઈ અશ્લીલ હરકતો કરતી હોવાની વાપી ટાઉન પોલીસને જાણ થતા વાપી ટાઉન પોલીસે મહિલા પોલીસની મદદ લઈ ત્રણ મહિલાઓને ઝડપી પાડી હતી. ત્રણેય મહિલાઓ સંઘપ્રદેશ દાદરા નગર હવેલીની રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ત્રણેય સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

નોંધનીય છે કે, વાપી શહેરમાં જાહેર રસ્તા પર જ મહિલાઓ દ્વારા અશ્લીલ હરકતો કરાતી હોય શહેરની અન્ય મહિલાઓએ પણ શરમજનક સ્થિતિમાં મૂકાઈ જવું પડતું હતું.

અન્ય સમાચારો પણ છે...