મોટી દુર્ઘટના ટળી:વલસાડના ડિસ્પેન્સરી રોડ પર આવેલા વર્ધમાન એપાર્ટમેન્ટમાં ત્રણ માળની બાલ્કની ધરાશાયી, કોઈ જાનહાનિ નહીં

વલસાડએક મહિનો પહેલા

વલસાડ શહેરની RM & VM સ્કૂલ સામે આવેલા વર્ધમાન એપાર્ટમેન્ટની બાલ્કની ધરાશાયી થઈ હતી. બાલ્કનીમાં મહિલાઓને કપડાં ધોવાનો સમય હતો આજે કોઈ બાલ્કનીમાં હતું નહીં અને ધરાશાયી થઈ હતી. ધડાકા સાથે બિલ્ડીંગની બાલ્કની ધરાશાયી થતા આજુબાજુના એપાર્ટમેન્ટમાં રહીશો દોડી બહાર આવ્યા હતા. ઘટનાની જાણ આજુબાજુમાં રહેતા સ્થાનિક લોકોને થતા તાત્કાલિક બિલ્ડીંગના કાટમાળ પાસે દોડી આવ્યા હતા. સદનસીબે અહીં કોઈ હાજર ન હોવાથી જાનહાનિ થતા અટકી હતી.

વલસાડ શહેરના ડિસ્પેન્સરી રોડ ઉપર આવેલ વર્ધમાન એપાર્ટમેન્ટમાં RM & VM દેસાઈ સ્કૂલ સાઈડના 3 રૂમોની બાલ્કની પત્તાની જેમ ધરાશાય થઈ હતી. આજે અચાનક બિલ્ડીંગની બાલ્કની ધરાશાયી થતા જોરથી અવાજ આવતા બિલ્ડીંગમાં રહેતા લોકોમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાને લઈને વર્ધમાન એપાર્ટમેન્ટમાં રહેતા સ્થાનિક લોકો એકબીજાની મદદ કરવા દોડી આવ્યા હતા. બિલ્ડીંગની બાલ્કની ધરાશાય થતા આજુબાજુના વિસ્તારના લોકો ઇજાગ્રસ્તોની મદદે દોડી આવ્યા હતા. બિલ્ડીંગમાં રહેતા પરિવારના સભ્યો સહીસલામત રહેતા સ્થાનિક લોકો અને પરિવારના સભ્યોએ હાશકારો લીધો હતો.

ઘટનાની જાણ સ્થાનિક લોકોએ વલસાડ નગર પાલિકા અને ફાયર વિભાગને કરી હતી. નગર પાલિકાની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પાલિકાએ તેમની કામગીરી હાથ ધરી હતી. પાલિકાની ટીમે બિલ્ડરે ગેરકાયદેસર બાલ્કનીનો ભાગ બહાર કાઢ્યો હોવાનું સામે આવ્યું હતું. સાથે બિલ્ડીંગના મુખ્ય બીમ સાથે તાર બાંધ્યા વગર બાલ્કની ગેરકાયદેર રીતે બાંધકામ કર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...