કાર્યવાહી:વલસાડ જિલ્લામાં ખાદ્ય પદાર્થોની ચકાસણીમાં ત્રણ નમૂનાઓ ફેલ, વેપારીઓ સામે એફએસએ એક્ટ હેઠળ કાર્યવાહી

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 42 નમૂનાઓની લેબોરેટરી ચકાસણી કરવામાં આવી હતી જેમાં ત્રણ નમૂનાઓ ફેલ જાહેર થયા
  • પાંચ વેપારીઓ સામે કેસ દાખલ કરવામાં આવ્‍યો

વલસાડ વર્તુળના ખોરાક અને ઔષધ નિયમનતંત્ર દ્વારા માર્ચ-2022 દરમિયાન વલસાડ અને ડાંગ જિલ્લાના વિવિધ સ્‍થળોએથી એકત્ર કરાયેલા ખાદ્યપદાર્થોના 39 નમૂનાઓ અને અગાઉના બાકી 57 નમૂનાઓ પૈકી 42 નમૂનાઓની લેબોરેટરી ચકાસણી કરવામાં આવી હતી. જેમાં 39 નમૂનાઓ પાસ જ્યારે 3 નમૂનાઓ ફેલ જાહેર થયા હતા. આ ફેલ નમૂનાઓના વેપારીઓ સામે એફ.એસ.એ. એક્‍ટ-2006 હેઠળ કાર્યવાહી કરી 46 (4 )ની નોટિસ ફટકારવામાં આવી છે. તેમજ પાંચ વેપારીઓ સામે કેસ દાખલ કરવામાં આવ્‍યો છે.

ચાલુ માસ દરમિયાન ફેલ થયેલા નમૂનાઓ પૈકી મહમદઅલી શાભીરાલી સુંસારા, હોટેલ એમ્‍પાયર, ને.હા.નં.48, રોલા, તા.જિ.વલસાડ પાસેથી લીધેલો પનીરનો નમૂનો, અભયરાજ પન્નાલાલ સોરી, ગીતંજલિ ડેરી, શોપ નં. 6, હરી દર્શન એપાર્ટમેન્‍ટ, સિવિલ રોડ, નનકવાડા પાસેથી લીધેલો ભેંસના દૂધનો નમૂનો તેમજ ડેરી એન્‍ડ આઇસ્‍ક્રીમ પાર્લર, બાલક્રિષ્‍ના કોમ્‍પલેક્ષ, શોપ નં.5, ચણોદ પાસેથી લીધેલો પનીરના નમૂનાઓ સબસ્‍ટાન્‍ડર્ડ જણાયા હતા.

આ વેપારીઓ સામે કેસ દાખલ કરાયા છે. તે પૈકી હેતલબેન ગોવિંદભાઇ આહીર, ક્રિષ્‍ના ડેરી, શોપ નં.3, બસ સ્‍ટેશન રોડ, મીનારા મસ્‍જિદ સામે, ધરમપુર પાસેથી લીધેલો ભેંસના દૂધનો નમૂનો સબ સ્‍ટાન્‍ડર્ડ, ભરતકુમાર રામપાલ શર્મા, શ્રી દેવ કિરાણા સ્‍ટોર્સ, ભવાની ફળિયા, અંભેટી પાસેથી લીધેલા રાજકોટ ફૂડસ એન્‍ડ વેફર્સ એન્‍ડ નમકીન મહાદેવ મોળું મીક્ષ ફરસાણનો નમૂનો સબસ્‍ટાન્‍ડર્ડ અને મીસબ્રાન્‍ડેડ ફૂડ, હરીસિંગ મોતસીંગ રાજપુરોહિત, મહાદેવ કિરાણા, હીરાલાલ પરાગજી પટેલ, અંભેટી, તા.કપરાડા, જિ.વલસાડ પાસેથી લીધેલો મયંક મેજિક ચકરીનો નમૂનો સબસ્‍ટાન્‍ડર્ડ અને મીસબ્રાન્‍ડેડ ફુડ, ભરતકુમાર વાલારામ માલી, એમ. માર્ટ, 2129, ઝંડા ચોક સ્‍ટેશન રોડ પાસે, ઉદવાડા, તા.પારડી, જિ.વલસાડ પાસેથી લીધેલો પ્‍યુરો હેલ્‍થી સોલ્‍ટનો નમૂનો સબસ્‍ટાન્‍ડર્ડ અને મીસ બ્રાન્‍ડેડ ફૂડ જ્યારે અશોક જોગાજી માલી, ન્‍યૂ પૂજા પ્રોવિઝન સ્‍ટોર, સડક ફળિયા, પંચલાઇ ચાર રસ્‍તા, તા.પારડી, જિ.વલસાડ, પાસેથી લીધેલો ફ્રયુમ્‍સ-ભુંગળાનો નમૂનો સબ સ્‍ટાન્‍ડર્ડ જણાયો હતો.

અન્ય સમાચારો પણ છે...