ફેવિકોલ ચોરીનો પર્દાફાશ:વલસાડ હાઈવે પર ગુંદલાવ પાસે ટેન્કરમાંથી ફેવિકોલની ચોરી કરી રહેલા ત્રણ શખ્સો ઝડપાયા, એક ફરાર

વલસાડ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઉમરગામની કંપનીમાં ફેવિકોલ લઈ જતા ટેન્કર ચાલકને રૂપિયાની લાલચ આપી ચોરી કરતા 3 ઝડપાયા

વલસાડના ગુંદલાવ હાઈવે પર એક ટેન્કરમાંથી ફેવિકોલની ચોરીનો પર્દાફાશ થયો છે. પોલીસે ટેન્કરના ડ્રાઈવર સહિત ત્રણ શખ્સોની ધરપકડ કરી છે તો એકને ફરાર જાહેર કરવામા આવ્યો છે.

વલસાડ રૂરલ પોલીસની ટીમને મળેલી બાતમીના આધારે ગુંદલાવ શક્તિ નગર ખાતે આવેલી રવિ ટ્રાન્સપોર્ટ ઓફિસ સામે આવેલા એક ટેન્કર નંબર GJ-06-XX-1875માંથી ચારેક ઈસમો ફેવિકોલ જેવું પ્રવાહી ચોરી રહ્યા હોવાની બાતમી મળી હતી. મળેલી બાતમીના આધારે વલસાડ રૂરલ પોલીસની ટીમે તાત્કાલિક બાતમી વાળી જગ્યાએ રેડ કરી ચેક કરતા એક ટેન્કરમાથી ફેવિકોલ ચોરી કરી ડ્રમમાં ભરી રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે રેડ કરતા પોલીસને આવતા જોઈ એક ઈસમ ભાગી છૂટ્યો હતો. વલસાડ રૂરલ પોલોસની ટીમે ત્રણ ઈસમોને ઝડપી પાડયા હતા. જ્યારે એક ઈસમ ભાગી જતા તેને વોન્ટેડ જાહેર કર્યો હતો.

ટેન્કર ચાલકની પ્રાથમિક પૂછપરછમાં દહેજથી ટેન્કરમાં ફેવિકોલ ભરી ઉમરગામ એક કંપનીમાં જતો હોવાનું જણાવ્યું હતું. એક અજાણ્યા ઇસમે ટેન્કરમાંથી ફેવિકોલ ચોરી કરવા અંગે નજીવા રૂપિયાની લાલચ આપતા ટેન્કરના ડ્રાઈવરે આરોપીઓને ફેવિકોલ કાઢવાની છૂટ આપી હતી. જેમાં ચોરીનો 400 લીટર ફેવિકોલ અને ટેન્કર મળી કુલ 35. 39 લાખનો મુદ્દામાલ કબજે કરી ત્રણ ઇસમોની ધરપકડ કરી રૂરલ પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...