ગાંજાની હેરાફેરી:વલસાડની ધરમપુર ચોકડી પાસેથી પસાર થતી કારના ચોરખાનામાંથી 81 કિલો ગાંજા સાથે ત્રણ શખ્સો ઝડપાયા, 3 દિવસના રિમાન્ડ પર

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ કેસમાં સંડોવાયેલા એક આરોપીની મુંબઈથી રૂરલ પોલીસે ધરપકડ કરી

વલસાડ SOGની ટીમને મળેલી બાતમીના આધારે ધરમપુર ચોકડી પાસેથી એક કારમાં બનાવેલા ચોરખાનામાં ગાંજાનો જથ્થો સંતાડી સુરત તરફ જઈ રહ્યો હોવાની બાતમી મળી હતી. મળેલી બાતમીના આધારે SOGની ટીમે ધરમપુર ચોકડી પાસેથી 81 કિલો ગાંજા સાથે 2 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. અને આરોપીઓના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા. તે કેસમાં સંડોવાયેલા મુંબઈના વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરી 3 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. પોલીસે રિમાન્ડ મેળવી આગળની તપાસ હાથ ધરી હતી.

વલસાડ એસોજીની ટીમને મળેલી બાતમીના આધારે એક કારમાં બનાવેલા ચોરખાનામાં ઓડિશાથી ગાંજાનો જથ્થો ભરી કારનો ચાલક મુંબઈથી સુરત તરફ જવાનો હોવાની બાતમી વલસાડ એસઓજીની ટીમને મળી હતી. મળેલી બાતમીના આધારે વલસાડ એસઓજીની ટીમે ધરમપુર ચોકડી પાસે બાતમી વાળી કારને અટકાવી કારમાંથી 81 કીલો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ગાંજાના જથ્થા સાથે SOGની ટીમે ઓડિશાના બે આરોપીની ધરપકડ કરી હતી. વલસાડ સીટી પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ વલસાડ રૂલર પોલીસને સોંપવામાં આવી હતી.

વલસાડ રૂલર પોલીસે બંને આરોપીના રિમાન્ડ મેળવ્યા હતા. જે દરમિયાન 81 કિલો ગાંજાના કેસમાં રૂપિયા ઇન્વેસ્ટ કરનાર ઈસમ મુંબઈ ખાતે રહેતો અલ્તાફ નામના આરોપીની આ કેસમાં સંડોવણી બહાર આવતા અટકાયત કરી હતી. જે કેસમાં અલ્તાફની અટકાયત કરી પૂછપરછ કરતા અલ્તાફ અને બંને આરોપીઓએ મળી અત્યાર સુધીમાં 4 ટ્રીપોમાં કારમાં બનાવેલા ચોર ખાનમાં ગાંજાનો જથ્થો સંતાડી અલગ અલગ વિસ્તારમાં ગાંજો સપ્લાય કરી ચૂક્યા હોવાની કબુલાત કરી હતી. ત્રણેય આરોપીઓને આજરોજ કોર્ટમાં રજૂ કરી પાંચમી સપ્ટેમ્બર સુધીના રિમાન્ડ પોલીસે મેળવ્યા હતા. પોલીસે ત્રણેય આરોપીના રિમાન્ડ મેળવી ગાંજાના રેકેટમાં વધુ આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...