તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરિવારનો માળો વિખાયો:દમણમાં ફોઇના બેસણામાંથી પરત ફરતા અંકલેશ્વરના પરિવારની કારનો અકસ્માત, બે બાળકો સહિત ત્રણના મોત, કાર પડીકું વળી ગઇ

વલસાડ3 મહિનો પહેલા
  • ગુંદલાવ ચોકડી પાસે આગળ જઈ રહેલા ટ્રક સાથે ટક્કર લાગી કાર પલ્ટી ગઇ હતી

અંકલેશ્વવરમાં ગ્લાસ ટ્રેડિંગનો વ્યવસાય કરતા વેપારી પોતાના પરિવાર સાથે ફોઈના બેસણામાં ગયા બાદ દમણ ફરવા ગયા હતા. જ્યાંથી રાત્રે કાર લઇને પરત અંકલેશ્વર આવતી વેળાં વલસાડના ગુંદલાવ ઓવરબ્રિજ ઉપર ટ્રક સાથે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ટ્રકના પાછળના ભાગેથી ટક્કર લાગ્યા બાદ કાર ડિવાઇડર ઉપર ચઢીને પલટી મારી જતાં અંદર બેઠેલા પરિવારના 7 સભ્ય પૈકી વેપારીના પત્ની,પૂત્રી અને ભાણેજના સ્થળ પર જ મોત થતાં ગમગીની ફેલાઈ હતી. આ ગંભીર અકસ્માતમાં કારનો ખુરદો બોલાઇ ગયો હતો.

અંકલેશ્વરમાં આવેલી ડિસેન્ટ હોટલની પાછળ અનમોલ પાર્કમાં રહેતા અલ્તાફ યુસુફ કાચવાલા ગ્લાસ ટ્રેડિંગનો વેપાર કરે છે. 12 જૂને અલતાફભાઇ તેમના પત્ની રફતબેન,દીકરો અરમાન, દીકરી મન્નત તથા તેમના બહેન તસનીમ રફીક મર્ચન્ટ અને તેમની 2 દીકરી મુસ્કાન અને ખુશી સહિત 7 જણા કાર લઇને દમણ ખાતે રહેતા તેમના નાનીના ઘરે ગયા હતા. તેમની સાથે મિત્ર યોગેશભાઇ પણ તેમના પત્ની અને બાળકો સાથે દમણ આવ્યા હતા.દમણ ખાતે હરીફરીને રાત્રે નાનીના ઘરે રોકાણ કરી મોડી સાંજે દમણથી અંકલેશ્વર આવવા નિકળ્યા હતા.

દરમિયાન તેઓ મોડી સાંજે પોતાની કાર લઇને નેશનલ હાઈવે ઉપર વલસાડના ગુંદલાવ ઓવરબ્રિજ પરથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે આગળ ચાલતી ટ્રક સાથે અથડાઇને કાર ડિવાઇડર પર ચઢી જતાં બાદમાં પલટી મારી ગઇ હતી. જેમાં બેઠલા 7 સભ્યો પૈકી અલતાફના પત્ની રફતબેન,દીકરી મન્નત અને બહેનની દીકરી ખુશીનું ગંભીર ઇજાના કારણે ઘટના સ્થળે મોત નિપજતા અરેરાટી ફેલાઇ ગઇ હતી. અકસ્માતના પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા.

ઘટનાની જાણ થતાં વલસાડ રૂરલ પોલીસ અને 108 એમ્બ્યુલન્સ અકસ્માતના સ્થળે ધસી ગઇ હતી. ઘટનાને પગલે થોડો સમય માટે હાઈવે ઉપર ટ્રાફિકજામ સર્જાયો હતો. ઓવરટેઇક કરવા જતા સર્જાયેલા અકસ્માતની વેપારી અલતાફભાઇએ વલસાડ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

અંકલેશ્વરથી દમણ ફોઈના બેસણામાં આવેલો અલ્તાફ કાંચવાલા, પત્ની રફત અને બાળકો અરમાન અને મન્નત તથા બહેન નસ્લિમ રફીક મરચન ભાણેજ ખુશી તથા અન્ય મિત્રના પરિવાર સાથે દમણ શોક સભામાં હાજરી આપી રાત્રે અંકલેશ્વર ઘરે પરત ફરી રહ્યાં હતા. જે દરમિયાન ગુંદલાવ ચોકડી પાસે આગળ જઈ રહેલા ટ્રક સાથે ટક્કર લાગી કાર પલ્ટી મારી ગઈ હતી. જેમાં કારમાં સવાર બે બાળકી અને એક મહિલાનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.

બેસણામાં હાજરી આપી પરિવારના સભ્યો દમણ ફરવા ગયા
અંકલેશ્વર રેલવે સ્ટેશન પાસે રહેતા અલ્તાફ કાંચવાલા તેની પત્ની અને બે બાળકો તથા બહેન અને ભાણેજ સાથે કાર નં. GJ-16-CB-3513 દમણ અલતાફની ફોઈબાના બેસણામાં બેસવા આવ્યા હતા. બેસણામાં હાજરી આપી પરિવારના સભ્યો દમણ ફરવા ગયા હતા. જ્યાં રવિવારે રાત્રે અંકલેશ્વર પરત ફરી રહ્યાં હતા. જે દરમિયાન ગુંદલાવ ચોકડી પાસે અલતાફની કાર આગળ ચાલતી ટ્રક ન. GJ-15-YY-8889 ને અલતાફે ટક્કર મારી કારના સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવ્યો હતો. જેને લઈને કાર રોડની વચ્ચે આવેલા ડિવાઈડર ઉપર ચડાવી દીધી હતી.

અલ્તાફની કારનો અકસ્માત થયેલો જોઈ ચિંતામાં મુકાઈ ગયા
ડિવાઈડર ઉપર લગાવવામાં આવેલા સ્ટ્રીટ લાઈટના પોલ સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો. કારમાં સવાર અલ્તાફ, તસ્લિમબેન, ખુશી, અરમાન સહિત 7 સભ્યો કારમાં સવાર હતા. પાછળ આવી રહેલા અન્ય કાર નં. GJ–05-CE-5645માં પાછળ આવી રહેલા પરિવારના સભ્યોએ ગુંદલાવ ચોકડી પાસે ટ્રાફિક જામ જોતા ચેક કરતા અલ્તાફની કારનો અકસ્માત થયેલો જોઈ ચિંતામાં મુકાઈ ગયા હતા. હાઇવે ઉપરના રાહદારીઓએ ઘટનાની જાણ 108 અને રૂરલ પોલીસને બનાવની જાણ કરી હતી.

મન્નત અને ખુશી તથા રફત કાંચવાલાનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું
રૂરલ પોલીસની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. ઇજાગ્રસ્ત લોકોને વલસાડ સિવિલ હોસ્પિટલ અને કસ્તુરબા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં બે બાળકી મન્નત અને ખુશી તથા રફત કાંચવાલાનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. બનાવ અંગે રૂરલ પોલીસે નોંધ લઈ આગળની તપાસ હાથ ધરી છે.

કારમાં પાછળ આવી રહેલા મિત્રએ બધાને બહાર કાઢ્યા
અંકલેશ્વરથી અલતાફભાઇ સાથે તેમના મિત્ર યોગેશભાઇ પણ પત્ની અને બાળકો સાથે દમણથી નિકળ્યા હતા.અલતાફભાઇની કાર આગળ દોડતી હતી અને પાછળ યોગેશભાઇ પરિવાર સાથે કાર લઇને આવી રહ્યા હતા.દરમિયાન અલતાફભાઇની કારને અકસ્માત નડતાં યોગેશભાઇ તરત ઘટના સ્થળે આવી પહોંચી કારમાં લોહિલુહાણ હાલતમાં ફસાયેલા મિત્ર અને તેમના પરિવારના સભ્યોને બહાર કાઢ્યા હતા.જો કે મિત્રના પત્ની,પૂત્રી અને ભાણેજે સ્થળ પર દમ તોડી દેતા યોગેશભાઇ અને તેમનો પરિવાર આઘાત પામી ગયા હતા.

મૃતક ખુશી
મૃતક ખુશી

બપોર બાદ અંકલેશ્વરમાં દફન વિધિ કરવામાં આવી
અંકલેશ્વરથી સબંધીઓ વલસાડ ગયા હતા. પોલીસ કાર્યવાહી પૂર્ણ થતા અલ્તાફના પત્ની, દીકરીનો મૃતદેહ તેમના નિવાસસ્થાને લવાયો હતો. જયારે ખુશીનો મૃતદેહ તેના પિતા રફીકભાઇ મર્ચન્ટ દ્વારા મુલ્લાવાડ રોડ પર આવેલા નિવાસ સ્થાને લાવવામાં આવ્યો હતો. જ્યાં પરિવાર ના આક્રંદ વચ્ચે કબ્રસ્તાનમાં દફન વિધિ યોજાય હતી.

મૃતક મન્નત અને ખુશી
મૃતક મન્નત અને ખુશી

ફર્સ્ટ લેનમાં જવા માટે ઓવરટેઇક કરતા જતાં કાર ટ્રક સાથે અથડાઇ
અલતાફભાઇ કાર લઇને દમણથી નિકળ્યા બાદ ગુંદલાવ બ્રિજ પરથી સેકન્ડ લેન પરથી પૂર ઝડપે પસાર થઇ રહ્યા હતા.આગળ એક ટ્રક દોડતી હતી.અલતાફભાઇએ સેકન્ડ લેન પરથી ફર્સ્ટ લેન ઉપર જવા પ્રયાસ કરી ટ્રકને ઓવરટેઇક કરવા જતાં અચાનક કાબુ ગુમાવી દીધો હતો.તે અરસામાં જ ટ્રકનો પાછળનો ભાગ અથડાતા કાર રોડ વચ્ચેના વીજ પોલ સાથે ધડાકાભેર અથડાઇ ડિવાઇડર સાથે ભટકાઇને પલટી મારી ગઇ હતી.

મૃતક રફત કાચવાલા
મૃતક રફત કાચવાલા

વેપારી, પુત્ર અને બહેન, તથા બે દીકરીનો બચાવ
આ અકસ્માત સર્જાતા અલતાફભાઇ,તેમના દીકરા અરમાન અને બહેન તસનીમ તથા ભાણેજ મુસ્કાનને ઓછીવત્તી ઇજા પહોંચતા સદનસીબે તેમનો ઉગારો થયો હતો.તેઓને સારવાર અર્થે સિવિલ અને કસ્તુરબા હોસ્પિટલમાં 108 એમ્બ્યુલન્સ મારફત દાખલ કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...