ફરિયાદ:પારનેરાની મહિલાને કિશન ભરવાડ જેવી હાલત કરવાની ત્રણ કાજીબંધુની ધમકી

વલસાડ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગુમ પાડી પોતાની ​​​​​​​હોવાનું જણાવી કમલેશ યાદવએ કાજીબંધુને આગળ કર્યા

વલસાડના પારનેરાના મુકુંદ કંપનીની બાજૂમાં રહેતી 50 વર્ષીય કુસુમબેન ઠાકોર ભાઇ પટેલે રૂરલ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ સવારે 9 વાગ્યાના સુમારે તેણીના ઘરે કમલેશ લાલમણી યાદવ આવ્યો હતો અને જણાવ્યું હતું કે,તમારા આંગણામાં બેઠેલી પાડી મારી છે.પરંતુ મહિલાએ કહ્યું હતું કે,એક વર્ષ દરમિયાન અમારી ચાર ભેંસ તથા એક પાડી હતી જે ગુમ થઇ ગઇ હતી અને તે જ આ પાડી છે.જે અમારી ઘરે પરત આવીને અંહિ બેસેલી છે.આ વાત કરતા કમલેશ યાદવે હું કાઝીના માણસો લઇને આવું છું તેવી વાત કરી ચાલી ગયો હતો.

બાદમા આ કમલેશ યાદવ કાઝીના 3 માણસોને લઇને ફરીથી આવ્યો હતો અને જણાવ્યું હતું કે આ નસીમુદ્દીન કાઝી,સદ્દામ કાઝી અને નબીલ કાઝી છે,જેઓની પાસેથી મેં આ પાડી લીધેલી છે.આ વાત કરતાં કુસુમબેને કહ્યું કે આ પાડી મારી છે અને મારે નથી આપવી તેમ કહેતા કાઝીના માણસોએ ઉશ્કેરાઇને ગાળો આપી તમે અમને ઓળખતા નથી અને કિશન ભરવાડ તથા કનૈયાલાલ જેવી હાલત થશે તેમ કહી જાનથી મારી નાંખવાની ધમકી આપી જુઠા કેસમાં ફસાવી દેશું તેવી ધમકી આપી હોવાના આક્ષેપો સાથે મહિલાએ કમલેશ યાદવ અને કાઝીના માણસો વિરૂધ્ધ રૂરલ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.જેમાં આ બનાવ વખતે મહિલાના પૂત્ર કેવિને મોબાઇલમાં વીડિયો રેકોર્ડ કરી લીધો હતો જે પોલીસ સમક્ષ રજૂ કરાયો હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...