મેઘમહેર:વલસાડના કપરાડામાં ચાર કલાકમાં સાડા ત્રણ ઈંચ વરસાદ, ઉપરવાસમાં વરસાદના પગલે કોલક, પાર અને મઘુબન નદીમાં પાણીની ભરપૂર આવક

વલસાડ3 મહિનો પહેલા

વલસાડ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા આજે ભારેથી અતિભારે વરસાદ વરસવાની આગાહી કરવામા આવી છે, તેની વચ્ચે ઉમરગામ, ધરમપુર અને કપરાડા તાલુકામાં આજે સવારથી જ મેઘરાજા મહેરબાન છે. કપરાડા અને આસપાસના વિસ્તારમાં મેઘરાજા મનમૂકીને વરસતા ચાર કલાકમાં સાડા ત્રણ ઈંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. ઉપરવાસમાં પણ ધોધમાર વરસાદ વરસતા જિલ્લાની નદીઓમાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે.

કપરાડામાં ચાર કલાકમાં 3.5 ઈંચ વરસાદવલસાડ જિલ્લામાં આજે રવિવારે ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે કપરાડા તાલુકામાં ચાર કલાકના ગાળામાં જ સાડા ત્રણ ઈંચ જેટલો વરસાદ ખાબકતા રસ્તાઓ પાણી પાણી થયા હતા. જિલ્લા પર છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજા મહેરબાન રહેતા ધરતીપુત્રોમાં પણ ખુશીનો માહોલ છવાયો છે.

મધુબન ડેમની સપાટી 71.35 મીટર પર પહોંચીવલસાડ જિલ્લામાં તો મેઘમહેર થઈ જ રહી છે. આ ઉપરાંત ઉપરવાસમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો હોય નદીઓ પણ બે કાંઠે વહી છે. ઉપરવાસમાંથી પાણીની ભરપૂર આવક થતા કોલક, પાર અને મધુબનમાં પાણીની વિપુલ આવક થઈ રહી છે. મધુબન ડેમમાં હાલ 13 હજાર 828 ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે. તો 11 હજાર 653 ક્યૂસેક પાણી છોડવામા આવી રહ્યું છે. ડેમની સપાટી હાલ 71.35 મીટર પર પહોંચી ચૂકી છે.

અન્ય સમાચારો પણ છે...