તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જવાબદાર સામે પગલાં ક્યારે?:પારડીના કોલક ગામે દરિયામાં હજારોની સંખ્યામાં મૃત માછલીઓ તણાઈ આવી, જીપીસીબીની કાર્યવાહીને લઈ ઉઠ્યા સવાલ

વલસાડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કંપનીઓ સામે જીપીસીબી મૌન રહેતી હોવાનો જિ.પં.ના માજી પ્રમુખનો આક્ષેપ

પારડી તાલુકાના કોલક ગામે દરિયામાં આજરોજ હજારોની સંખ્યામાં મૃત માછલીઓ તણાઈ આવતા માછીમારો માં નારાજગી પ્રસરી ગઈ હતી. આ ઘટના અંગે કેમિકલ છોડતી જવાબદાર કંપનીઓ સામે પગલાં લેવામાં જીપીસીબી હંમેશ મૌન રહેતી હોય છે હોવાના જી.પ. માજી પ્રમુખે આક્ષેપો કર્યા હતા. જયારે મૃત માછલીઓના સેમ્પલો લેવામાં આવશે અને આવા એકમો સામે પગલાં લેવાની જીપીસીબી અધિકારી એ ખાતરી આપી હતી.

વલસાડ જિલ્લા તેમજ સંઘપ્રદેશમાં અનેક ઇન્ડસ્ટ્રીયલ એકમો આવેલા છે. કેટલાક એકમો દ્વારા ચોમાસાની સિઝન દરમિયાન વરસાદી પાણી નો લાભ લઇ કેમિકલ છોડતા દરિયાઈ જીવસૃષ્ટિ તેમજ લોકો પરેશાન થઇ રહ્યા છે. જેની સામે GPCB કોઈ પણ કાયદેકીય પગલાં ન ભરતા આવા એકમો કેમિકલયુક્ત પાણી છોડવામાં મશગુલ બન્યા છે. ત્યારે શુક્રવારે ફરી એક વાર કેમિકલયુક્ત પાણી કોઈક ઉદ્યોગો દ્વારા છોડવામાં આવતા પારડી તાલુકાના કોલક ગામે દરિયા કિનારે શુક્રવારના રોજ હજારોની સંખ્યામાં મૃત માછલીઓ તણાઈ આવી હતી.

ચોમાસાની ઋતુમાં જયારે માછલીનો બ્રિડિંગ પિરિયડ ચાલતો હોય છે ત્યારે આ પ્રકારના પ્રદુષિત કેમિકલ ના કારણે દરિયાય જીવસૃષ્ટિ તથા મત્સ્ય સંપદાને નુકશાન થઈ રહ્યું છે. કિનારે સહેલાયથી મળી આવતી અનેક માછલીઓ આજે લુપ્ત થવાના આરે છે. તો કેટલીક પ્રજાતિ નહિવત થઈ જવા પામી છે. જેને લઇ માછીમારોમાં નારાજગી જોવા મળી રહી છે. ત્યારે આવા અધિકારીઓ તેમજ ઉદ્યોગો સામે સરકારી તંત્ર ગંભીર પગલાં ભરે એવી માંગ કરી હતી. ત્યારે જીવસૃષ્ટિ તથા મત્સ્ય સંપદાને નુકશાન થતા જેનો કાયમી ઉકેલ ક્યારે થશે હોવાની માછીમારો માં બૂમ ઉઠી રહી છે.

કોલક ગામે મૃત માછલીઓ તણાઈ આવતા વલસાડ જિલ્લા પંચાયતના માજી પ્રમુખ જીતેન્દ્રભાઈ ટંડેલે જણાવ્યું હતું કે વરસાદના પૂરનો લાભ લઇ કંપનીઓ દ્વારા કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતા મૃત માછલીઓ તણાઈ આવી હતી. જેનો GPCBના અધિકારીઓ આવીને સેમ્પલ તો લઇ જાય છે પરંતુ તેનો કોઈ નિકાલ ન આવતા GPCBના અધિકારીઓની કંપની સાથે મીલીભગત હોવાના આક્ષેપો કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...