તસ્કરી:નરોલીમાં ચોરોનો આતંક, 2 બંધ ઘરોને નિશાન બનાવ્યા

સેલવાસ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બન્ને ઘરોથી તસ્કરો ખાલી હાથ પરત ફર્યા

નરોલીમાં બે ઘરોને તસ્કરોએ નિશાન બનાવ્યો હતો. પરંતુ બન્ને ઘરેથી કઈં ન મળતા તેઓ ખાલી હાથ પરત ફર્યા હતા. દાનહના નરોલી પંચાયતમાં હાલમા વેકેશનની સીઝન ચાલી રહી છે જેને કારણે કેટલાક લોકોના ઘરો બંધ અવસ્થામાં જોવા મળે છે જેનો લાભ ઉઠાવી ચોરટાઓ બંધ ઘરને નિશાન બનાવી રહ્યા છે.

નરોલીના માહ્યાવંશી ફળિયામાં એક ઘરમા અને કાકડ ફળિયામાં બંધ મકાનોને ચોરટાઓએ નિશાન બનાવ્યા હતા. સંજોગોવસાત આ બન્ને ઘરમાંથી ચોરોને કઈ જ હાથ લાગ્યુ ન હતું. આ ઘટનાની જાણ થતા પોલીસની ટીમ પહોંચી હતી અને બન્ને ઘરોની ચકાસણી કરી હતી સાથે ગ્રામજનોને પણ તાકીદ કરી હતી કે ગામમાં કોઈપણ અજાણ્યો વ્યક્તિ દેખાય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો. આ કેસમાં પોલીસ દ્વારા ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...