ચૂંટણી:જિલ્લામાં 698 મતદાન મથકો પર બાજ નજર રાખવા વેબકાસ્ટિંગ થશે

વલસાડ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બુથની કામગીરીનું લાઇવ વેબકાસ્ટિંગ ગાંધીનગર આયોગ સુધી પહોંચશે

વલસાડ જિલ્લામાં ધરમપુર,વલસાડ,પારડી,ક પરાડા,ઉમરગામ મળી 5 વિધાનસભા બેઠકની ચૂંટણી માટે 1392 મતદાન મથકો નક્કી કરવામાં આવેલા છે.આ મતદાન મથકોમાં જે તે વિધાનસભા મતદાર વિભાગોમાં સંવેદન અતિસંવેદનશીલ મથકો પણ નક્કી કરવામાં આવ્યા છે.આ મતદાન મથકો પર કોઇ ગેરવ્યવસ્થા ન સર્જાય તેનું ધ્યાન રાખવા અને કોઇ વિવાદ નહિ ઉભું થાય તે માટે લાઇવ વેબકાસ્ટિંગ સિસ્ટમથી અધિકારીઓ તેવા તમામ મથકો પર નજર રાખશે.

મતદાનના દિવસે મતદાન મથકો પર ચૂંટણી કર્મચારીઓની કામગીરી અને મતદાતાઓની ગતિવિધિઓ પર નજર રાખી નિષ્પક્ષ,નિર્ભય અને શાંતિપૂર્ણ મતદાન થઇ શકે તેવા પ્રયાસો હાથ ધરાશે.વલસાડ જિલ્લામાં જે મતદાન મથકો પર વેબકાસ્ટિંગ થનાર છે તેની કુલ સંખ્યા 698 છે.જ્યાં વેબકાસ્ટિંગ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.જિલ્લામાં સૌથી વધુ સંવેદનશીલ મથકો કપરાડા તાલુકામાં અને સૌથી ઓછાં પારડી વિધાનસભા મતદાર વિભાગમાં છે.

ચૂંટણી વિભાગ દ્વારા અને પોલીસ તંત્ર દ્વારા સંવેદનશીલ મતદાન મથકો ઉપર ચાપતો બંદોબસ્ત સાથે વિશેષ ધ્યાન રાખવામાં આવશે. જે માટે તંત્રએ તમામ તખ્તો તૈયાર કરી દીધો છે. અને જે તે બુથ પર િનમણૂંક પણ કરી દેવાઇ છે.

મતદાર વિભાગ મતદાન મથકો
178-ધરમપુર 145
179-વલસાડ 137
180-પારડી 123
181-કપરાડા 154
182-ઉમરગામ 139
કુલ 698

જિલ્લામાં 35 સખીમતદાન મથકો પણ નક્કી કરાયા
વિધાનસભાની ચૂંટણી માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા 35 જેટલા સખી મતદાન મથકો નક્કી કરાયા છે.જેનું સંચાલન મહિલાઓ દ્વારા થશે.જેમાં જિલ્લાની 5 વિધાનસભા મતદાર વિભાગમાં ધરમપુર વિભાગમાં 7,વલસાડ તાલુકા બેઠક વિસ્તારમાં 7,પારડીમાં 7,કપરાડામાં 7 અને ઉમરગામ તાલુકા મતદાર વિભાગમાં 7 મળી કુલ 35 સખી મતદાન મથકો રાખવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...