હાલાકી:વલસાડમાં સ્ટેશનના પૂર્વનો બ્રિજ ચઢવા મુસાફરો માટે લિફ્ટ નથી

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફ્રેઇટ કોરિડોરના બ્રિજ પર ચઢાણનો પેસેજ લાંબો હોવાથી દિવ્યાંગ અને વયસ્કોને પ્લેટફોર્મ ઉપર પહોંચવા માટે ભારે હાલાકી

વલસાડમાં રેલવે ફ્રેઇટ કોરિડોર પ્રોજેકટ હેઠળ ગત વર્ષે નવી રેલવે લાઇન નાંખી રેલવે સ્ટેશનની પૂર્વના ભાગે બનેલો નવો બ્રિજ 1 વર્ષથી ઉપયોગી બની રહ્યો છે,પરંતુ હવે વયસ્ક અને દિવ્યાંગ મુસાફરો માટે બ્રિજની બાજૂમાં લિફ્ટની સુવિધાના અભાવનો મુદ્દો સામે આવ્યો છે.આ ઓવરબ્રિજનો લાંબા ચઢાણનો પેસેજ વયસ્કો માટે શીરદર્દ સમાન બન્યો છે. વયસ્કો માટે લિફ્ટના આયોજનના અભાવે સ્થાનિક મુસાફરો વયસ્કો,દિવ્યાંગો માટે અલગ લિફ્ટની સુવિધા પૂરી પાડવાની માગ ઉઠી છે.

વલસાડના મોગરાવાડી અને અબ્રામા ઝોન વચ્ચે ફ્રેઇટ કોરિડોર પ્રોજેક્ટ માટે રેલવે દ્વારા નવું બ્રિજ બનાવવામાં આવ્યું છે.આ બ્રિજ ચાલૂ પણ થઇ ચૂક્યો છે,જેના પરથી પાલિકાના આ બંન્ને ઝોનના લોકો ઉપયોગ કરી રહ્યા છે.પરંતું બ્રિજના ચઢાણ પેસેજ પરથી દિવ્યાંગો,અશક્તો અને વયસ્કોને પસાર થ‌વું દુષ્કર બનતા મામલો ગંભીર બન્યો છે.

વલસાડ રેલવે સ્ટેશનની પૂર્વ દિશાના રહેણાંક વિસ્તારના લોકો માટે આ બ્રિજ સેતુ સમાન બન્યું છે.પૂર્વ બાજૂએ જૂના ટિકિટ ઘરની નજીક નવી રેલવે લાઇનને ક્રોસ કરવા મોગરાવાડી અને અબ્રામા ઝોનના દૈનિક મુસાફરો માટે ટ્રેનમાં આવજા કરવા નવો બ્રિજ બનાવવામાં આવ્યો હતો.જો કે આ મુસાફરોને પ્લેટ ફોર્મ પર પહોંચવા લાંબું ચઢાણ કરવું પડે છે,જે વયસ્કો કે દિવ્યાંગો માટે મુશ્કેલ બની ગયું છે.

આ બ્રિજ થઇને બંન્ને ઝોનના મુસાફરો પ્લેટફોર્મ અને સ્ટેશનની મુખ્ય ટિકિટ બારીએ પહોંચી શકે છે. આ બ્રિજ પરથી સ્ટેશનના પૂર્વના વિસ્તારો મોગરાવાડી અને અબ્રામાના લોકોને વેસ્ટ રેલવે યાર્ડમાં જવા અને સ્ટેશનની બહાર નિકળવા પણ ઉપયોગી હોવાથી વયસ્કો માટે લિફટની સુવિધાનો મુદ્દો ઉઠ્યો છે.

બ્રિજ ચઢવાના પેસેજની લંબાઇ 400 ફુટથી વધુ હોવાથી મુશ્કેલી
વયસ્કો,દિવ્યાંગો અને અશક્તોને નવા બ્રિજના 400 ફુટના લાંબા પેસેજ પર ચઢવાની ભારે કવાયત કરવી પડી રહી હોવાની ફરિયાદો ઉઠી છે. યુવા વયના લોકોને કોઇ તકલીફ નથી પરંતું વયસ્કોને લાંબું ચઢાણ કરવું પિડાદાયક બની રહ્યું છે. જ્યાં આ બ્રિજ બન્યું છે તેની બીજી સાઇડે વયસ્કો સહિતના મુસાફરોને બ્રિજ ક્રોસ કરવા લિફ્ટ મૂકવામાં આવી નથી.જેને લઇ લિફ્ટની સુવિધા પૂરી પાડવા પાલિકાના સ્થાનિક વોર્ડ સભ્યોએ માગ કરી છે.

વયસ્કો, અશક્તોને લાંબું ચઢાણ કરવામાં મુશ્કેલી છે
વલસાડમાં પૂર્વ બાજૂએ ફ્રેઇટ કોરિડોરની લાઇન નાખી ઉપર બ્રિજ બનાવાયો છે.જેના પર ચઢવા 300થી પણ વધુ ફુટની લંબાઇનો પેસેજ છે ,જેના પરથી વયસ્કો,દિવ્યાંગોને જવું મુશ્કેલ છે.જેથી બ્રિજના પાછળના ભાગે વયસ્કો અશક્તો માટે લિફ્ટ મૂકવી જરૂરી છે.જે માટે રેલ મંત્રીને પણ રજૂઆતો કરવામાં આવી છે. - ઝાકિર પઠાણ,કાઉન્સિલર,અબ્રામા

લિફ્ટની સુવિધા થાય તો વયસ્કો, દિવ્યાંગોને મદદરૂપ થઇ શકે
રેલવે સ્ટેશનની પૂર્વ દિશાએ ફ્રેઇટ કોરિડોરમાં વયસ્કોને લાંબા બ્રિજના પેસેજ પરથી ચઢાણ કરવું પરિશ્રમ કરવું પડે છે.લિફ્ટની માગ મોગરાવાડી અબ્રામા વિસ્તારના મુસાફરો તરફથી ઉઠી છે.જેથી જો બ્રિજની એક સાઇડે લિફ્ટની સુવિધા હોય તો લાભદાયી થશે. લિફ્ટ મૂકવા માટે ઉચ્ચ સ્તરે પણ રજૂઆત કરવામાં આવશે. - સંજય ચૌહાણ, કાઉન્સિલર

અન્ય સમાચારો પણ છે...