નવલા નોરતા:વલસાડમાં ઠેર ઠેર ગરબાનો રંગ જામ્યો, આઠમ નિમિત્તે માતાજીનો વિશેષ શણગાર કરાયો

વલસાડએક દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેરની સુમુખ રેસિડેન્સી સોસાયટી પારંપરિક શેરી ગરબાનું આયોજન કરાયું

વલસાડ જિલ્લામાં ઠેરઠેર જગ્યાએ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં હાલમાં શેરી ગરબા યોજવામાં આવતા ખેલૈયાઓનેમાં ખુશી જોવા મળી છે. છેલ્લા બે વર્ષ દરમિયાન કોરોના મહામારીને લઈ નવરાત્રિના પર્વ પર રોક લાગી હતી. જોકે, આ વર્ષ સરકારની ગાઈડલાઈન પ્રમાણે નવરાત્રિ યોજવામાં આવી છે. જેને લઈ ભરુચ જિલ્લામાં ઠેર ઠેર જગ્યાએ શેરી ગરબાઓનું આયોજન કરવામાં આવ્યું છે, ખેલૈયાઓ મન મૂકી ગરબે ઘૂમી રહ્યા છે. જિલ્લામાં આઠમના નોરતે શેરી ગરબા રમી ખેલૈયાઓએ માતાજીની આરાધના કરી હતી.

વલસાડ શહેરની સુમુખ રેસિડેન્સી સોસાયટી પારંપરિક શેરી ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. આઠમ નિમિત્તે માતાજીનો વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. જ્યારે મોટી સંખ્યામાં સોસાયટીના રહીશો ગરબામાં જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...