વલસાડ શહેરના ગૌરવ પથ ઉપર આવેલી અમિત હોસ્પિટલમાં 12 ઓગષ્ટની વહેલી સવારે એક અજાણ્યો ઈસમ હોસ્પિટલના કેસ કાઉન્ટરમાંથી રૂ.10 હજારની ચોરી કરી ગયો હતો. સવારે કેસ કાઉન્ટર ઉપર કોઈ ન હોવાથી કેસ કાઉન્ટ ઉપર હાથ સાફ કરી ગયો હતો. સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી.
વલસાડ શહેરના ગૌરવ પાથ ઉપર આવેલી અમીત હોસ્પિટલના કેસ કાઉન્ટર ઉપર ફરજ બજાવતો સ્ટાફ કોઈ કામ અર્થે હોસ્પિટલના કેસ કાઉન્ટરથી દૂર ગયા હતા. જે દરમિયાન અજાણ્યા ચોર ઇસમે કેસ કાઉન્ટરમાં મુકેલા રૂ.10 હજાર ચોર ઈસમ ચોરી ગયો હતો. હોસ્પિટલનો પરત આવી ચેક કરતા હોસ્પિટલમાં દાખલ એક દર્દીના પરિવાર જનોએ હોસ્પિટલની ફી ના જમા કરાવવા આપેલા રૂપિયા ચોરી થાય હોવાનું જાણવા મળતી તાત્કાલિક હોસ્પિટલના કેસ કાઉન્ટર CCTV કેમેરા ચેક કરતા 12 ઓગષ્ટે વહેલી સવારે ચોરીની ઘટના બની હોવાનું સામે આવ્યું હતું. બનાવ અંગે હોસ્પિટલમાં સ્ટાફમાં ચર્ચાનો વિષય બન્યો હતો. સમગ્ર ઘટના વલસાડ શહેરના સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ હતી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.