ચોરી:વલસાડમાં પાર્કિંગમાંથી 2 કારના 40 હજારના સાયલેન્સરની ચોરી

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોઇ જાણભેદુ ઇસમ નટબોલ્ટ ખોલીને ચોરી કરી છૂ

વલસાડના અબ્રામા ખાતે ધારાનગરમાં એક એપાર્ટમેન્ટના પાર્કિંગમાં મૂકેલી બે કારમાંથી સાયલેન્સર કાઢી લઇ કોઇ ઇસમ ચોરી ગયો હતો.જેની કિંમત રૂ.40 હજાર બતાવાઇ છે.વલસાડમાં ધારા નગર ખાતે આવેલા ધરા એપાર્ટમેન્ટમાં રહેતા અને ગુંદલાવમાં ગણેશ વુડ આર્ટ એન્ડ સ્પોર્ટ નામની દૂકાનના વેપારી ગણેશ ઉત્તમભાઇ મિસ્ત્રીએ પોતાની કાર રાત્રે એપાર્ટમેન્ટના પાર્કિંગમાં પાર્ક કરી હતી.

સવારે ગુંદલાવ દૂકાને જવા નિકળવા નીચે આવીને કાર સ્ટાર્ટ કરતાં મોટો અવાજ આવતાં કારનું સાયલેન્સર ફાટી ગયું હશે તેમ માની ચેક કરવા ગયા ત્યારે જોતાં કારમાં ફીટ કરેલું સાયલેન્સર નટ બોલ્ટ ખોલીને કોઇ ચોરી ગયું હોવાનું માલુમ પડ્યું હતું.

જેને લઇ એપાર્ટમેન્ટમાં રહેતા રમેશ સીતારામ માલીને આ વાત જણાવતાં તેમણે પણ પાર્ક કરેલી કાર ચેક કરતાં તેમની કારનું પણ સાઇલેન્સર ચોરાઇ ગયું હોવાનું જણાઇ આવ્યું હતું.એક સાઇલેન્સરની કિમત રૂ.20 હજાર પેટે કુલ રૂ.40 હજારના બે સાઇલેન્સર કારમાંથી નટબોલ્ટ ખોલીને કોઇ ચોર ઇસમ કાઢીને ભાગી છુટ્યો હતો.આ મામલે વેપારી ગણેશ મિસ્ત્રીએ વલસાડ સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...