વલસાડની અખિલ હિંદ મહિલા પરિષદ દ્વારા ઉભરતા કલાકારો માટે થિયેટર વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. થિયેટર વર્કશોપમાં અમદાવાદની ATC એકેડેમીના લતાબેન શાહ અને તેમની ટીમે તાલીમાર્થીઓને તાલીમ આપી હતી. 10 દિવસના સેમિનારના અંતીમ દિવસે સ્ટેજ પર્ફોમન્સ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. તમામ કલાકારોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
વલસાડની અખિલ હિંદ મહિલા પરિષદ દ્વારા વલસાડ જિલ્લા અને આજુબાજુના વિસ્તારોમાં રહેતા યુવાનોમાં રહેલા રંગ મંચ અને રંગ ભૂમિના કલાકારોને યોગ્ય પ્લેટફોર્મ તેમજ યોગ્ય ટ્રેનિંગ મળી રહે તે માટે કુસુમ વિદ્યાલય ખાતે 10 દિવસના થિયેટર વર્કશોપ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્કશોપ સેમિનારમાં અમદાવાદની ATC એકેડેમીના લતાબેન શાહ અને તેમની ટીમ ખાસ ઉપસ્થિત રહીને તેમના દ્વારા તાલીમાર્થી સ્પર્ધકોને જરૂરી ટ્રેનિંગ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
રવિવારે સ્પર્ધકો માટે સ્ટેજ પરફોર્મન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તમામ તાલીમાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. તાલીમ દરમિયાન તાલીમાર્થીઓને આપવામાં આવેલી તાલીમ બાદ સ્ટેજ પર્ફોમન્સ સ્પર્ધામાં તમામ તાલીમાર્થીઓ સફળતા પૂર્વક પોતાનું પર્ફોમન્સ બતાવ્યું હતું. અખિલ હિંદ મહિલા પરિષદના પ્રમુખ અલકાબેન જોશી અને તેમની ટીમે ભારે જહેમત ઉઠાવી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. અમદાવાદથી એકેડમીના લતાબેન શાહે આ સેમિનારમાં તાલીમાર્થીઓ માટે જરૂરી સૂચનો કર્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.