તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અદભુત કાર્ય:યુવાનોએ દર્દીઓ માટે એમ્બ્યુલન્સ વસાવવા ક્રિકેટ રમાડી

વલસાડ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • નવી રાહ| વલસાડના માલવણમાં ટીમ સિલેક્શન કરવા ઓક્શન કર્યું,સોશ્યિલ મીડિયામાં પ્રસારણ કરાવ્યું

વલસાડ તાલુકાના માલવણ, ડુંગરી,ધરાસણા, છરવાડા, ઉંટડી સહિતના 25 જેટલા કાંઠા વિસ્તારના ગામડાઓમાં એમ્બ્યુલન્સની સેવાની ખુબ તાતી જરૂરિયાત વર્તાઇ રહી હતી.અન્ય માધ્યમ દ્વારા આ સેવામાં વધારો કરવા યુવાનોએ બીડું ઝડપી સમાજના યુવાવર્ગ માટે નવી દિશા ચિંધી છે.રમતને પણ સમાજ માટે કેવી રીતે ઉપયોગી બનાવી શકે તેનું માલવણના ક્રિકેટના રસિયા યુવાનોએ ઉદાહરણ પુરૂં પાડ્યું છે. જિલ્લાના સમાજ દળ ગ્રુપ દ્વારા એમ્બ્યુલન્સના લાભાર્થે યુનિટી કપ નુ આયોજન કરવામાં આવ્યું હતુ.જેમાં કુલ ૨૫ ગામોના ખેલાડીઓ એ ભાગ લીધો હતો.

આ ટુર્નામેન્ટનું ઓકશન અને સોશ્યિલ મીડિયાા માધ્યમથી લાઈવ પ્રસારણ કરાતા 25થી વધુ ગામમાં ક્રિકેટ રસિયાઓએ મેચ નિહાળી હતી.આ ટુર્નામેન્ટ માલવણ ગામના બાલાજી ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાડવામાં આવી હતી.આ ટુર્નામેન્ટ માં ઉદઘાટકપદે મનહરભાઈ પટેલ, આગેવાન સનમભાઈ પટેલ,રાજેશ ટંડેલ ઉપસ્થિત રહ્યા હતા. આમંત્રિત દરેક મહેમાનો આ ટુર્નામેન્ટ માં પધાર્યા હતા.બાલાજી ક્રિકેટ ક્લબ દ્વારા આ ગ્રાઉન્ડ ને ખુબ જ મહેનત કરી સમતલ અને ક્રિકેટ માટે યોગ્ય પ્રતિસાદ મળે તે રીતે ગ્રાઉન્ડની માવજત કરાઇ હતી,તે બદલ સમાજ દળ ગ્રુપ બાલાજી ક્રિકેટ ક્લબનો ખુબ યોગદાન રહ્યો હતો.

યુનિટી કપ સીઝન-1 માં 8 ટીમો એ ભાગ લીધો હતો.આ ટુર્નામેન્ટ સતત ૩ દિવસ ચાલી હતી.છેલ્લે ફાઈનલ મેચ પ્રીત પેન્થર અને કિયારા વરિયર્સ વચ્ચે રમાઇ હતી જેમાં પ્રીત પેન્થર એ પેહલા બેટિંગ કરતા 8 ઓવર માં 86 રન નો ટાર્ગેટ આપ્યો હતો. જેની કીયારા વોરિયર્સ એ આ ટાર્ગેટ ફક્ત 6.1 ઓવર માં જ પૂરો કરી દેતા યુનિટી કપ સીઝન-1 ના ફાઈનલ વિજેતા બન્યા હતા.આ ટુર્નામેન્ટ માં મેન ઓફ ધ સિરીઝ નૈતિક પટેલ , મેન ઓફ ધ મેચ અંકુર પટેલ , બેસ્ટ બેટ્સમેન રીપલ પટેલ , બેસ્ટ બોલર હાર્દિક પટેલને મળી હતી.આ ટુર્નામેન્ટ માં વિજેતા ટીમ ને રોકડ રૂ. 33,333 અને ટ્રોફી આપવામાં આવી હતી.

અને રનર અપ ટીમ ને રોકડ રૂ.22,222અને ટ્રોફી આપવામાં આવી હતી. ટૂર્નામેન્ટમાંથી ઉપજેલી રકમ વડે એમ્બ્યુલન્સ ખરીદી આસપાસના ગામોના દર્દીઓની સેવા માટે મૂકવામાં આવશે. જે માટે સમાજ દળ ગ્રુપ દ્વારા ખુબ જ સરસ આયોજન કરવામાં આવ્યું હતું.સમાજ દળ ગ્રુપ દરેક દાતાઓ આભાર વ્યક્ત કરી એમ્બ્યુલન્સ માટે કોઈ પણ વ્યક્તિ પોતાની યથા પ્રમાણે મદદ કરવી હોય તો સમાજ દળ ગ્રુપ નો સંપર્ક કરી શકે છે તેવો અનુરોધ કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો