મસ્તી ભારે પડી:વલસાડના યુવકોને સળગતું રોકેટ મોઢામાં લઈ રીલ્સ બનાવવી ભારે પડી, પોલીસે બન્નેને ઝડપ્યાં

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક

દિવાળીના તહેવાર દરમિયાન થોડાં દિવસ અગાઉ સોશિયલ મીડિયામાં રિલ્સ બનાવવાની ઘેલછામાં વલસાડના એક યુવકે સળગતું રોકેટ લઈને શહેરના રોડ ઉપર દોડતો હોવાનો સ્ટંટ કરતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા શહેરમાં અનેક ચર્ચા ઉઠી રહી છે. ત્યારે ઘટનાની જાણ સીટી પોલીસની ટીમને થતા સીટી પોલીસની ટીમે યુવકની શોધખોળ હાથ ધરી હતી. સીટી પોલીસે બંને યુવકો વિરૂદ્ધ પોલીસ મથકે FIR નોંધી હતી. સીટી પોલીસે સોશિયલ મીડિયામાં સ્ટંટ કરતા 2 યુવકોની અટકાયત કરી હતી.

થોડાં દિવસ અગાઉ બન્ને યુવકનો વીડિયો વાયરલ થયો હતો
વલસાડ શહેર સહિત સમગ્ર દેશમાં અને દુનિયામાં યુવાનોને સોશિયલ મીડિયામાં અવનવા અખતરા કરી રિલ્સ બનાવવાની ઘેલછા લાગી છે. દિવાળી પર્વને લઈને વલસાડ શહેરના સીટી પેલેસ વિસ્તાર પાસે રહેતા એક યુવકના મોઢામાં સળગતું રોકેટ મૂકીને રોડ ઉપર યુવક દોડતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો લોકોમાં અનેક રીતે ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે આ અંગે પોલીસને જાણ થતાં વલસાડ સીટી પોલીસે સ્ટંટ કરનાર 2 યુવકોની શોધખોળ હાથ ધરી હતી. જેમાં ધોબી તળાવ ખાતે રહેતો 25 વર્ષીય, આકાશ સુરેશ ચૌધરી અને સીટી પેલેસ એપાર્ટમેન્ટમાં રહેતો 29 વર્ષીય, વેપારી સચિન મનોજ જોષીની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...