તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યંગ ગુજરાત:માલવણના યુવાનો એથ્લેટિક્સના ખેલાડી તૈયાર કરે છે

વલસાડ8 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ગ્રામ પંચાયત યુનિટી ફિટનેસ કલબની રચના કરી, 9 થી 35 વર્ષની વયના ખેલાડીઓને પ્લેટફોર્મ પુરૂં પાડવાનો સંકલ્પ, જિલ્લામાં પ્રથમવાર નાનકડા ગામમાં જાહેર અથ્લેટિક્સ સ્પર્ધા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી યુવાનોને રમતગમત ક્ષેત્રે આગળ લાવી યંગ ભારતના સ્વપ્નને સાકાર કરવા પ્રયાસો કરી રહ્યા છે ત્યારે વલસાડના નાનકડા ગામ માલવણમાં ગ્રામ પંચાયત યુનિટી ફિટનેસ કલબ શરૂ કરાઇ છે.જેમાં એથ્લેટિક્સના ખેલાડીઓ તૈયાર કરવાની કવાયત હાથ ધરી છે.વલસાડ નજીક કાંઠા વિસ્તારમાં માલવણ આગર ફળિયા ગ્રામપંચાયત દ્વારા યુનિટી ફિટનેસ કલબ બનાવવામાં આવી છે.જેમાં ખમીરવંતા યુવા વર્ગને એથ્લેટિક્સ માટે તૈયાર કરવા યુવાનોએ બીડું ઝડપ્યું છે.ગામમાં યુવા પેઢી વિવિધ રમત ક્ષેત્રે આગળ આવે અને યુવાનો ફિટ એન્ડ હેલ્ધી રહીને સ્પોર્ટસમાં કાઠું કાઢે તેવા હેતુ સાથે એથ્લેટિક્સ સ્પર્ધાનું આયોજન કરાયું હતું.

જેમાં વિવિધ દોડની સ્પર્ધામાં 9 વર્ષથી 35 વયનાબાળકોથી લઇ યુવાન 250 ખેલાડીઓ ચૂસ્ત ફિટનેસ સાથે મેદાનમાં ઉતર્યા હતા. બે દિવસીય આ એથ્લેટિક્સ સ્પર્ધામાં દોડ સહિત અન્ય રમતો પણ યોજાઇ હતી.વિજેતા ખેલાડીઓના મનોબળના વધારવા ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ તથા ટ્રોફી એનાયત કરાઇ હતી.ગામના ઉત્સાહી ખેલાડીઓને આગળ લાવવા કમિટિ સભ્યો ડો.મનેષ પટેલ, કિરીટ પટેલ, પરેશ પટેલ, વિજય પટેલ, કેવલ પટેલ, પકેશ પટેલ અને અજય પટેલ સાથે ગામના યુવાઓના સહયોગ મળ્યો છે.

છેલ્લા 3 માસથી એથ્લેટેક્સની પ્રેક્ટિસના સેશન્સ ચાલ્યા
છેલ્લા ત્રણ માસથી ગામના ગ્રાઉન્ડ ઉપર એથ્લેટિક્સ સ્પર્ધા અને પ્રેકટિસ સેશન્સ ચલાવવામાં આવ્યા હતા.રમશે ગુજરાત,વધશે ગુજરાતના સૂત્ર સાથે ગુજરાતને આગળ લાવવાના ઘ્યેયને સાકાર કરવા વલસાડ માલવણ ગામની યુુવા પઢી રમતગમત ક્ષેત્રે આગળ વધશે તેવી કમિટિ મેમ્બરોએ અપેક્ષા સેવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો