આપઘાત:સેલવાસ દમણગંગા નદીના પુલ પરથી યુવકે ઝંપલાવ્યું

સેલવાસ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોડી સાંજ સુધી યુવકની કોઇ ભાળ ન મળી

સેલવાસ નરોલી રોડ પર આવેલી દમણગંગા નદીના પુલ પરથી એક આધેડે અચાનક ભૂસ્કો માર્યો હતો. કેટલાક લોકોએ આ ઘટના જોતા ફાયર વિભાગને જાણ કરવામાં આવતા આધેડની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. જોકે મોડી સાંજ સુધી કોઇ ભાળ મળી નથી. સેલવાસ નરોલી રોડ પરના દમણગંગા નદીના પુલ પર નરોલી તરફથી એક અંદાજિત 40થી 45વર્ષના યુવકે નદીના વચ્ચોવચ નદીમાં ઝંપલાવી દીધુ હતું. આ સમયે ત્યાંથી પસાર થતા વાહન ચાલકે આ અંગે ઘટનાને નિહાળતા તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.

ઘટનાની જાણ થતા પોલીસ અને ફાયરની ટીમે તાત્કાલિક સ્થલ પર પહોચી હતી અને નદીમાં કુદી પડેલા યુવકની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ મોડી સાંજ સુધી યુવકની કોઇ ભાળ મળી ન હતી. નરોલી બ્રિજ ઉપરથી દમણગંગા નદીમાં ઝંપલાવી આપઘાતના બનાવો અવાર નવાર બની રહ્યા હોવા છતાં પ્રશાસન અહીં બ્રિજની ઉપર બંને બાજુ સેફ્ટી રેલીંગ લગાવતી ન હોવાની હૈયાવરાળ લોકો ઠાલવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...