તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હૃદય થંભાવી દે તેવી ઘટના:પારડીના ઉદવાડા ફાટક પાસેથી દોડી યુવાન ધસમસતી ટ્રેન સામે ઉભો રહી ગયો, ડ્રાઇવરને ટ્રેન રોકી ન શકવાનો અફસોસ, જોત-જોતામાં યુવકના બે કટકા થયા

વલસાડએક મહિનો પહેલા
પારડીમાં યુવકે ટ્રેન સામે ઝંપલાવી આત્મહત્યા કરી. - Divya Bhaskar
પારડીમાં યુવકે ટ્રેન સામે ઝંપલાવી આત્મહત્યા કરી.
  • અજાણ્યા યુવકે ઉદવાડા રેલવે ફાટક પાસે ગૂડ્સ ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કર્યો

ઉદવાડા રેલવે ફાટક પાસે એક હૃદય થંભાવી દે તેવી ઘટના બની છે. એક અજાણ્યો યુવક ફાટક પાસેથી દોડ્યો હતો અને ગૂડ્સ ટ્રેનની સામે ઉભો રહી ગયો હતો. કોઇ કંઇ સમજે કે કંઇ કરે એ પહેલા જ ગૂડ્સ ટ્રેન યુવક પરથી પસાર થઇ ગઇ હતી અને યુવકના શરીરના બે કટકા થઇ ગયા હતા. બનાવ અંગે રેલવે પોલીસને જાણ કરવામાં આવતા રેલવે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.

રેલવે પોલીસે મૃતકની ઓળખ કરવા કાર્યવાહી હાથ ધરી
રેલવે પોલીસે મૃતકની ઓળખ કરવા કાર્યવાહી હાથ ધરી

બનાવ અંગે પ્રાપ્ત પ્રારંભિક વિગતો અનુસાર, ઉદવાડા રેલવે ફાટક પાસેથી ગૂડ્સ ટ્રેન પસાર થઇ રહી હોય ફાટક બંધ રાખવામાં આવ્યો હતો. એ સમયે એક અજાણ્યો યુવક ફાટક પાસે ઉભો હતો અને જેવી ટ્રેન નજીક આવી કે તુરંત જ એ યુવક ફાટક પાસેથી દોડીને ટ્રેક પર ઉભો રહી ગયો હતો. જોત જોતામાં ગૂડ્સ ટ્રેન તેના પરથી પસાર થઇ ગઇ હતી. કાળજું કંપાવી દે તેવી ઘટનામાં રેલવે પોલીસે ફરિયાદ નોંધી છે અને આપઘાત કરનાર યુવક કોણ છે તે જાણવા પ્રયાસો હાથ ધર્યા છે. યુવકે શા માટે આત્મહત્ય કરી એ જાણવા પણ રેલવે પોલીસે તજવીજ શરૂ કરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

વધુ વાંચો