તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વળતર કયારે:જગતનો તાત 1 માસથી સહાયની જોતો વાટ

વલસાડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 4279 હેકટરમાં કેરીના પાકને નુકસાની
  • પોર્ટલ પર ફોર્મ ભરાયા
  • 2 હેકટરમાં 30થી 1 લાખ સુધીના વળતર માટે જોવાતી રાહ
  • વાવાઝોડું વિનાશ નોતરી ગયું પણ હજી અસરગ્રસ્ત સાત હજાર ખેડૂતોને વળતર - સહાય હજી કાગળ પર

વલસાડ જિલ્લામાં 18 મેના રોજ અરબી સમુદ્રમાં ઉઠેલા તાઉતે વાવાઝોડાએ કેરીના ખેડૂતોને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. સરકારે આ અસરગ્રસ્ત ખેડૂતોને વળતર ચૂકવવાની જાહેરાત કરી હતી. જો કે વાવાઝોડાને લગભગ 1 માસ પૂરું થવા આવ્યું હોવા છતાં હજી જિલ્લાના 7 હજાર ખેડૂતોને વળતર માટે કાગડોળે રાહ જોવાની નોબત આવી છે. ખેતીવાડી અને બાગાયત વિભાગ દ્વારા સર્વે અને ફોર્મ ભરાવવાની મોટાભાગની ડેટા એન્ટ્રીની જટિલ કવાયત પૂર્ણ થવા છતાં વ‌ળતરની રકમ ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવી નથી. હજી બાકી ખેડૂતોના ફોર્મની ડેટા એન્ટ્રી પણ જારી રખાઇ છે.

તાઉતે વાવાઝોડાએ જિલ્લામાં કાળો કેર વર્તાવી વાડીઓમાં વક્ષોને ધરાશાયી કરી દીધાં હતા. આ દરમિયાન જ જિલ્લામાં કેરીની સિઝન ખુલી ગઇ હતી, અને આંબાવાડીઓમાં તૈયાર થઇ રહેલા કેરીના પાકને ખેડૂતો બેડવાની કામગીરીમાં જોતરાઇ ગયા હતા. 15મે પછી શરૂ થતી કેરીની સિઝનને લઇ આખા વર્ષની મુખ્ય આજિવિકા ગણાતી કેરીના ઉત્પાદનની આવક ઉપર નભતાં ખેડૂત પરિવારો તાઉતે વાવાઝોડાના કારણે બેહાલ થઇ ગયા હતા.

આંબાવાડીઓમાં કેરીઓ ખરી પડતાં 4279 હેકટર વિસ્તારમાં કેરીના પાકને નુકસાન પહોંચ્યું હતું. દરમિયાન સરકારે તાઉતે વાવાઝોડાથી અસરગ્રસ્ત ખેડૂતોને વળતર ચૂકવવા માટે પેકેજ જાહેર કરતા વલસાડ જિલ્લામાં ખેતીવાડી અને બાગયતી વિભાગ દ્વારા સર્વે હાથ ધરાયો હતો.

આ પ્રક્રિયા સાથે ઓનલાઇન પોર્ટલ ઉપર ફોર્મ ભરાવવા જિલ્લા ખેતીવાડી વિભાગની 30 ટીમ ગ્રામસેવકો, બાગાયત કર્મીઓ અને ખેતીવાડી વિભાગ દ્વારા કવાયત શરૂ કરાઇ હતી. જો કે તાઉતે વાવાઝોડાને 1 માસ પૂરો થવાને આરે હોવા છતાં હજી વળતર કાગળ પર જ બોલી રહ્યું છે.

પૈકેજની માત્ર 50 ટકા ગ્રાન્ટ TDOના ખાતામાં જમા થઈ
રાજ્ય સરકારે જાહેર કરેલા વળતર પેકેજમાં વલસાડ જિલ્લામાં ખેડૂતોને વળતર ચૂકવવા માટે લગભગ રૂ.9 થી 10 કરોડ ફાળવવામાં આવ્યા છે.આ પૈકી 50 ટકા રકમ ટીડીઓના ખાતામાં જમા થઇ છે પરંતુ હજી 50 ટકા બાકી રહેતાં ચૂકવણું કરવામાં આવ્યું નથી.હજી ફોર્મ ભરાઇ રહ્યા છે જેને લઇ કામગીરી ચાલૂ રહેતા વળતરમાં હજી અઠવાડિયાથી વધુ સમય લાગી શકે છે.

દસ્તાવેજ અપલોડ અને ઓનલાઇન ફોર્મ ભરવામાં ખેડૂતોને નાકે દમ
વલસાડ જિલ્લામાં ખેડૂતોને વળતર મેળવવા માટે ઓનલાઇન ફોર્મ ભરાવવામાં આવ્યા છે.જો કે તેના માટે વાડીઓમાં નુકસાનીના ફોટોગ્રાફ,7-12ની નકલ જેવા દસ્તાવેજો તૈયાર કરવામાં જ ગ્રામપંચાયતોમાં આંટાફેરા મારવામાં ખેડૂતોને પરસેવો પડી ગયો હતો.પંચાયતોમાં તલાટીઓ,ગ્રામસેવકો પણ મોટાભાગે ફિલ્ડમાં જતાં ખેડૂતોને 7-12ની નકલ મેળ‌વવા અને તેની ખરાઇ કરાવવાની પ્રક્રિયામાં આંટા મારવાની નોબત આવી હતી.આટલું કર્યા પછી પણ હજી વળતરના ઠેકાણાં નથી.

આદિજાતિ મંત્રીએ 7 દિ’માં સરવે પૂરો કરવા જણાવ્યું હતું
જિલ્લાના કેરીના ખેડૂતોને નુકસાન માટે 25 મેના રોજ આદિજાતિ મંત્રી રમણભાઇ પાટકરે અધિકારીઓને 7 દિવસમાં નુકસાનીનું સર્વે પૂર્ણ કરી દેવા સૂચના આપી હતી.જો કે ઓનલાઇન ફોર્મની ડેટા એન્ટ્રી સહિત સર્વેની જટિલ કામગીરી જૂન સુધી ચાલી હતી અને હજી પણ અમુક ખેડૂતો બાકી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. હવે ખેડૂતોને કયારે સહાય મળશે એ જોવું રહ્યું.

ટીડીઓ ખેડૂતોના બેંક ખાતામાં સીધા નાણાં જમા કરાવશે
સર્વે અને ઓનલાઇન ફોર્મ ભરવાની કાર્યવાહી હજી આગળ ધપાવવામાં આવી રહી છે.જેઓ બાકી રહી ગયા છે તેમના ફોર્મ પણ સ્વીકારવા સમયમર્યાદા અપાઇ રહી છે.વળતરની રકમ ટીડીઓના ખાતામાં જમા થયા બાદ અસરગ્રસ્ત ખેડૂતોના બેંક ખાતામાં સીધી જમા થશે.> સી. જે. પટેલ, બાગાયત અધિકારી

6 તાલુકાના ખેડૂતોને કેટલા હેકટરમાં નૂકસાન થયું હતું

તાલુકા નામઅસરગ્રસ્ત વિસ્તારનુકસાની વિસ્તારખેડૂતોની સંખ્યા
વલસાડ395019052760
પારડી18609481235
વાપી620195293
ધરમપુર1225245674
કપરાડા730146497
ઉમરગામ15808401247
કુલ996542796706

​​​​​​​ ​​​​​​​

અન્ય સમાચારો પણ છે...