• Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • The Women Candidate Of Congress Held A Rally And Registered Her Candidature On Pardi Assembly Seat, There Was Great Enthusiasm Among The Workers

ઉમેદવારી ફોર્મ ભર્યું:પારડી વિધાનસભાની બેઠક ઉપર કોંગ્રેસની મહિલા ઉમેદવારે રેલી યોજી ઉમેદવારી નોંધાવી, કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો

વલસાડ24 દિવસ પહેલા
  • કૉપી લિંક

વલસાડ જિલ્લાની 5 વિધાનસભા બેઠક પૈકી પારડી વિધાનસભા બેઠક ઉપર રાજ્ય નાણાં મંત્રી કનુ દેસાઈ સામે કોંગ્રેસે જયશ્રીબેન પટેલને ઉમેદવાર તરીકે ઉભી રાખ્યા છે. આજે પારડી વિધાનસભા બેઠક ઉપર જયશ્રીબેન પટેલે તેમના સમર્થકો સાથે રેલી યોજી પારડી તાલુકા પંચાયત ઉપર પહોંચી ચૂંટણી અધિકારી સમક્ષ ઉમેદવારી નોંધાવી હતી.

જંગી લીડથી જીતશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો
વલસાડ જિલ્લાની હાઈ પ્રોફાઈલ પારડી વિધાનસભા બેઠક ઉપર જાતીય સમિકારણોને ધ્યાને રાખીને કોંગ્રેસે આદિવાસી સમાજની મહિલા આગેવાન જયશ્રીબેન પટેલને ટીકીટ આપી છે. જયશ્રીબેન પટેલે આજે તેમના સમર્થકો સાથે પારડી વિધાનસભા બેઠક ઉપર ઉમેદવારી નોંધાવી હતી. પારડીના દમણી ઝાંપાથી તાલુકા પંચાયત કચેરી સુધી ભવ્ય રેલી યોજી પહોંચ્યા હતા. કોંગ્રેસના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. જયશ્રી પટેલ આદિવાસી સમાજની હોવાની સાથે જિલ્લા કોંગ્રેસની મહિલા પ્રમુખ તરીકે સેવા આપી ચુક્યા છે. જયશ્રી પટેલની માતા સવિતાબેન પટેલ પણ પારડીના ધારાસભ્ય રહી ચૂક્યા હોવાથી પારડીની પ્રજા તેમના ઉપર આશ્રિવાદ આપશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. સાથે ભાજપના નાણાં મંત્રીને જંગી લીડથી હરાવશે તેમ જયશ્રી પટેલે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...