તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • The Whole Family Was Converted In Valsad, The Minister Of State For Forests Said "Action Will Be Taken If It Is Done By Threatening Or Tempting"

ધર્માંતરણનો વીડિયો વાઈરલ:વલસાડમાં આખા પરિવારનું ધર્માંતરણ કરાયું, વન રાજ્યમંત્રીએ કહ્યું-'ધમકાવીને કે પ્રલોભન આપીને કરાવ્યું હશે તો કાર્યવાહી કરાશે'

વલસાડ24 દિવસ પહેલા
  • વાઈરલ વીડિયોમાં મરોલી દાંડી ચર્ચના ફાધર કરાવી રહ્યા છે ધર્માંતરણ

વલસાડ જિલ્લામાં એક જ પરિવારના છ લોકોના સામુહિક ધર્માંતરણનો વીડિયો સોશિયલ મીડિયામાં ચર્ચાનું કેંદ્ર બન્યો છે. વાઈરલ વીડિયો વનમંત્રી રમણલાલ પાટકરના નિવાસસ્થાનની નજીક આવેલા મરોલી દાંડી ગામનો જ હોવાનું સામે આવ્યું છે. જેમાં ચર્ચના ફાધર પાણીના એક કુંડમાં ઉભા રહી છ વ્યકિતઓને ધર્માંતરણ કરાવતા હોવાનું દેખાઈ રહ્યું છે. વાઈરલ વીડિયો મામલે વન રાજ્યમંત્રીએ કહ્યું કે, કોઈ લોભ લાલચ કે ધાકધમકી આપી ધર્માંતરણ કરાયું હશે તો કાર્યવાહી કરાશે.

સમગ્ર ઉમરગામ તાલુકામાં અંધશ્રદ્ધા ફેલાવી હિંદુઓને ખ્રિસ્તી ધર્મ તરફ આકર્ષિત કરી ધર્માન્તર કરવાના કિસ્સાઓમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. ત્યારે તાજેતરમાં મરોલી દાંડી ગામ ખાતે એક પાદરી સ્થાનિક એક પરિવારના 6 સભ્યોને પાણીના હોજમાં ઊભા રાખી ક્રમ મુજબ ડૂબકી મારવી ધરમાંતરણ કરાવતા હોવાનો વીડિયોવાયરલ થતા સમગ્ર તાલુકામાં હિંદુ સમાજની લાગણી દુભાઈ તેવું વાતાવરણ સર્જાયું છે.

દાંડી ગામે 40 વર્ષ થી વધુ સમય પહેલાથી કેટલાક કુટુંબો હિંદુ ધર્મ છોડી ખ્રિસ્તી બન્યા છે જ્યાં તેમણે દરિયા કિનારે દેવળ (ચર્ચ) પણ નિર્માણ કરેલા છે. હાલ ચર્ચની બાજુમાં સ્કૂલ પણ ચાલી આવે છે. આ વિસ્તારમાં તબક્કાવાર અનેક લોકો ધર્માન્તર કરી ખ્રિસ્તી ધર્મ અપનાવી ચૂક્યા છે. જે પ્રવૃતિમાં વિશેષ એક સમાજના લોકો હોય એ સમાજના આગેવાનો દ્વારા ભૂતકાળમાં સામાજીક રીતે ધરમાંતરણ અટકાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા. જેમાં તેમને સંતોષ જનક સફળતા મળી ન હતી. તાજેતરમાં ફરી એક સાથે 6 વ્યક્તિઓનું ધરમાંતરણ થવાનો વીડિયોવાયરલ થતાં સ્થાનિક આગેવાનોએ આ વિષયે જાગૃત થઈ કાયદાકીય કાર્યવાહી કરી ધરમાંતરણ પ્રવૃતિ અટકાવવા કાયદા નિષ્ણાતોની સલાહ લેવાનું શરૂ કર્યુ હોવાનું જાણવા મળી રહ્યું છે. વીડિયો વાયરલ થયા બાદ તાલુકામાં ચર્ચાનો વિષય બન્યો છે.

શું છે વાઈરલ વીડિયોમાં?
અઢી મિનિટના વાઈરલ વીડિયોમાં એક પાદરી સાથે સાત લોકો પાણીના કુંડમાં ઉભા છે. જેમાં પાદરી એક બાદ એક નામ લઈ પાણીમાં ડૂબકી મરાવી રહ્યા છે. આ સમયે આસપાસ પણ મોટી સંખ્યામાં લોકોની હાજરી જોવા મળી રહી છે.

દાંડી ગામમાં આ પહેલા પણ લોકો ધર્માંતરણ કરી ચૂક્યા છે
દાંડી ગામે 40 વર્ષપહેલાથી કેટલાક કુટુંબો હિન્દુ ધર્મ છોડી ખ્રિસ્તી બન્યા છે. જ્યાં તેમણે દરિયા કિનારે દેવળ (ચર્ચ) પણ નિર્માણ કરેલ છે. હાલ ચર્ચની બાજુમાં સ્કૂલ પણ ચાલું છે. આ વિસ્તારમાં તબક્કાવાર અનેક લોકો ધર્માન્તર કરી ખ્રિસ્તી ધર્મ અપનાવી ચૂક્યા છે. અનેકવાર ધર્માંતરણ અટકાવવાના પ્રયાસો પણ થયા છે પરંતુ, તે સફળ નથી રહ્યા.ત્યારે ફરી એકવાર છ લોકોએ ધર્માંતરણ કર્યાનો વીડિયો વાઈરલ થયો છે.

પ્રલોભન કે ધમકી આપી હશે તો કાર્યવાહી કરાશેઃ રમણલાલ પાટકર
વન રાજ્યમંત્રીના નિવાસ સ્થાન નજીક ધર્માંતરણ થયું હોવાનો વીડિયો વાઈરલ થતા વન રાજ્યમંત્રી રમણલાલ પાટકરે કહ્યું કે, જે લોકોએ ધર્માંતરણ કર્યું છે તેઓની પૂછપરછ કરાશે. જો પ્રલોભન આપીને કે ધાકધમકી આપીને ધર્માંતરણ કરાવ્યું હશે તો કાર્યવાહી કરાશે.ધર્માંતરણ કરનાર પરિવારની મુલાકાત લઈને ક્યાં કારણોસર ધર્માંતરણ કરવાની જરૂર પડી તે જાણવાનો પ્રયાસ કરવામાં આવશે.

વીડિયોમાં હિંદુ ધર્મ વિષે આ ખોટી માહિતી અપાતી હોવાનું સંભળાય છે
મરોલી કાંઠા વિસ્તારના ગામના મનાતા વાયરલ વીડિયોમાં કથિત પાદરી દ્વારા હિંદુ ધર્મ એટલે ભૂતો છે આત્મા છે મરી જાય પછી ભૂત થઈને તમને હેરાન કરે છે, માટે હિંદુ ધર્મ છોડી મૂકો અને અમારા ઈસુ પિતા સાથે જોડાઈ જાઓ પછી તમને કોઈ પણ જાતનો ભૂત પ્રેત તથા આત્મા લાગશે નહીં તેવો અવાજ સંભળાય છે.

આ લોકોએ ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો
1 અરુણાબેન ઇશ્વરભાઇ બારી 2 હિતેશભાઈ ઇશ્વરભાઇ બારી 3 નિમિષાબેન ઇશ્વરભાઇ બારી 4 વિનંતી બેન ચંદુભાઈ બારી 5 નેન્સી બેન નિલેશભાઈ બારી 6 પ્રેરણાબેન પ્રકાશભાઈ બારી તેઓએ અત્યારે પંદર દિવસની અંદર ધર્મ અંગીકાર કર્યો છે.

હિન્દુ સંગઠનો આ મુદ્દે આગળ આવે એ જરૂરી
વલસાડ જિલ્લાના બહુધા આદિવાસી વિસ્તારમાં લાંબા સમયથી ધર્માતરણની પ્રવૃતિ ચાલી રહી છે. ઉમરગામ તાલુકાના એક ગામમાં થયેલા ધર્માતર પ્રવૃતિનો વીડિયો બહાર આવ્યા બાદ લોકોમાં આક્રોશ પણ જોવા મળી રહ્યો છે. આ સંજોગોમાં સમગ્ર મુદ્દે તપાસ હાથ ધરવામાં આવે તથા હિન્દુ સગઠનો આગળ આવી ભવિષ્યમાં આ પ્રકારની પ્રવૃતિ ઉપર રોક લગાવવામાં આવે તેવી માગ ઉઠી રહી છે.

અન્ય સમાચારો પણ છે...