• Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • The Villagers Locked The School Due To The Habitual Attitude Of The Teacher Of Ozarda Primary School In Kaprada, The Education Department Was Running.

શાળા પ્રવેશોત્સવના દિવસે જ તાળાબંધી:કપરાડાની ઓઝરડા પ્રાથમિક શાળાની શિક્ષિકાના રૂઢ વલણને લઈને ગ્રામજનોએ શાળાને તાળાબંધી કરી, શિક્ષણ વિભાગ દોડતું થયું

વલસાડ13 દિવસ પહેલા
  • શિક્ષકાની બદલીની માગ કરાતા અન્ય શાળામાં બદલી કરવાના આદેશ કરાયા

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ઓઝરડા પ્રાથમિક શાળામાં છેલ્લા 8 વર્ષથી અભ્યાસ કરાવતી શિક્ષિકાના રૂઢ વલણને લઈને આજે શાળા પ્રવેશઉત્સવના દિવસે જ શાળાના SMCના સભ્યો અને ગ્રામજનોએ શાળાના મુખ્ય ગેટ ઉપર તાળું મારી દીધું હતું. શિક્ષિકાની તાત્કાલિક અસરથી બદલીની માગ સાથે વિરોધ નોંધાવતા વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ દોડતું થયું હતું.

શિક્ષિકાની બદલીની માગ સાથે તાળાબંધી કરાઈ હતી
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ઓઝરડા પ્રાથમિક શાળામાં છેલ્લા 8 વર્ષ ઉપરાંતથી શિક્ષિકા તરીકે ફરજ બજાવતા શિક્ષિકાએ ગત ડિસેમ્બર માસમાં શાળાના મુખ્ય શિક્ષક દ્વારા તેમની છેડતી કરવાના આક્ષેપ લગાવવામાં આવ્યા હતા. જેથી મુખ્ય શિક્ષક તરીકે ફરજ ઉપરથી દૂર કરવામાં આવ્યાં હતા. આજે શાળા પ્રવેશઉત્સવમાં ઇન્ચાજ મુખ્ય શિક્ષક દ્વારા આ શિક્ષિકાને સફાઈની કામગીરી સોંપવામાં આવી હતી. જોકે, આ શિક્ષિકા સવારે શાળાએ આવતા મોડું થયું હોવાથી શાળાના અન્ય શિક્ષકો દ્વારા શાળામાં સફાઈ કામગીરી હાથ ધરી હતી. શિક્ષકને સફાઈ કામગીરી કરતા જોઈ વિદ્યાર્થીઓ તેમની મદદે દોડી આવ્યા હતા. આ દરમિયાન તે શિક્ષિકા તેમના પતિ સાથે શાળાએ આવી પહોંચ્યા હતા અને શાળાના એક શિક્ષક અને વિદ્યાર્થીઓને સફાઈ કામમાં જોતરાયેલા જોઈને શિક્ષિકાના પતિએ શિક્ષક અને વિદ્યાર્થીઓના ફોટા લઈને સોશ્યલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપતા SMCના સભ્યોએ શિક્ષિકાની બદલીની માંગ સાથે શાળાને તાળું મારી વિરોધ નોંધાવ્યો હતો.

તાત્કાલિક અસરથી બદલી
ઓઝરડા પ્રાથમિક શાળાની SMCના સભ્યો દ્વારા શિક્ષિકાના ઝડ વલણને લઈને શાળા પ્રવેશ ઉત્સવના દિવસે વિરોધ નોંધવામાં આવ્યો હતો. જેને લઈને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ તાત્કાલિક અસરથી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને તપાસના આદેશ આપવામાં આવ્યાં હતા. જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા શિક્ષિકાને બોલાવી તેમની પ્રાથમિક તબક્કે ઓઝરડા પ્રાથમિક શાળામાંથી અન્ય શાળામાં બદલી કરવાના આદેશ કરવામાં આવ્યાં છે. તેમ જિલ્લા પ્રાથમિક શિક્ષકઅધિકારીએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...