તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Valsad
 • The Vice President Of The State Post Employees Union Made A Presentation To The Minister Of State For Health On The Issue Of Vaccination Of Post Employees

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજુઆત:રાજ્ય પોસ્ટ કર્મચારી મંડળના ઉપ પ્રમુખે રાજ્ય આરોગ્ય મંત્રીને પોસ્ટ કર્મચારીઓના રસીકરણ મુદ્દે રજુઆત કરી

વલસાડ14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • માત્ર વલસાડ પોસ્ટના કર્મીઓ માટે સ્પેશ્યલ રસીકરણ કરવામાં આવ્યું નથી
 • વલસાડના 759 કર્મચારીઓ પૈકી 45થી 59 વર્ષના 459 કર્મીઓને રસી આપવામાં આવી

કોરોના મહામારી દરમિયાન છેલ્લા દોઠ વર્ષથી ફન્ટ લાઈન કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવતા રાજ્યના તમામ પોસ્ટ કર્મચારીઓને કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવી હતી. રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં પોસ્ટ ઓફિસના કર્મચારીઓ માટે સ્પેશ્યલ કેમ્પ રાખીને રસીકરણ પોસ્ટ વિભાગના કર્મચારીઓનો રાખવામાં આવ્યું હતું. જ્યારે વલસાડ પોસ્ટ વિભાગના કર્મચારીઓ માટે એકપણ કેમ્પ યોજવામાં આવ્યો ન હતો.

વલસાડ પોસ્ટ વિભાગમાં કુલ 759 કર્મચારીઓ ફરજ બજાવે છે

વલસાડ પોસ્ટ ઓફિસના કર્મચારીઓ માટે સ્પેશ્યલ રસીકરણ કેમ્પ કરવા 5 એપ્રિલે જિલ્લા કલેક્ટર અને આરોગ્ય વિભાગને જાણ કરવામાં આવી હતી. તેમ છત્તા આરોગ્ય વિભાગે અને વહીવટી તંત્રએ વલસાડના પોસ્ટના કર્મચારીઓ માટે રસીકરણ કેમ્પની વ્યવસ્થા કરવામાં આવી ન હતી. વલસાડ પોસ્ટ વિભાગમાં કુલ 759 કર્મચારીઓ ફરજ બજાવે છે. જેમાંથી 459 કર્મચારીઓ 45થી 59 વર્ષના છે. જેઓએ અન્ય રસીકરણ કેમ્પઓમાં રસી મુકાવી દીધી છે.

કોરોનાની બીજી લહેરમાં 10 જેટલા પોસ્ટ વિભાગના કર્મીઓને કોરોના ભરખી ગયો

જ્યારે 300 કર્મીઓ 18થી 44 વર્ષના કર્મચારીઓ રસિકરણથી બાકાત રાખવામાં આવ્યા છે. કોરોનાની બીજી લહેરમાં 10 જેટલા પોસ્ટ વિભાગના કર્મીઓને કોરોના ભરખી ગયો છે. જ્યારે 30થી વધુ કર્મીઓ કોરોના સંક્રમિત થયા છે. વલસાડનું વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગની ટીમે પોસ્ટ કર્મીઓ માટે સ્પેશ્યલ રસીકરણ હાથ ન ધરતા પોસ્ટ વિભાગના કર્મચારીઓ સંક્રમિત થઈને મૃત્યુ પામી રહ્યા છે. જેને લઈને વલસાડ પોસ્ટ વિભાગમાં ફરજ બજાવતા અને રાજ્ય પોસ્ટ કર્મચારી મંડળના ઉપ પ્રમુખ રિયાઝ અજમેરીએ રાજ્ય આરોગ્ય મંત્રીને વલસાડના 18થી વધુ વયના પોસ્ટ કર્મીઓ માટે રસીકરણ કરવા અંગે રજુઆત કરવામાં આવી હતી. રાજ્ય આરોગ્ય મંત્રીએ વહેલી તકે ઘટતું કરવા ખાતરી આપી હતી.

પોસ્ટ કર્મીઓ ફન્ટ રો કોરોના વોરિયર્સમાં નથી આવતા : જિલ્લા આરોગ્ય વિભાગ

રાજ્ય આરોગ્ય વિભાગના જીઆરમાં પોસ્ટ કર્મીઓ ફન્ટ રો કોરોના વોરિયર્સમાં સ્થાન ન હોવાથી વલસાડ આરોગ્ય વિભાગે પોસ્ટ કર્મીઓ માટે સ્પેશ્યલ કેમ્પ કરવામાં આવ્યો નથી. જીઆરમાં જણાવ્યા મુજબ પોસ્ટ કર્મીઓ ફન્ટ રો કોરોના વોરિયર્સ તરીકે આવતા ન હોવાથી તેઓ માટે સ્પેશ્યલ રસીકરણ કેમ્પ રાખવામાં આવ્યો ન હતો. વલસાડ પોસ્ટ વિભાગમાં ફરજ બજાવતા 759 કર્મચારીઓ પૈકી 459 કર્મચારીઓ જે 45થી 59 વર્ષના છે. તેઓને યોજાયેલા રસીકરણ કેમ્પમાં રસી મુકવામાં આવી છે. હાલ રાજ્ય સરકાર તરફથી 18 વર્ષની ઉપરના યુવાનો માટે કેમ્પની શરૂઆત કરવામાં આવી નથી. જેથી 300 કર્મચારીઓ રસી બાકી રહી છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો