વિરોધ પ્રદર્શન:વલસાડના કપરાડા તાલુકાની ગ્રામ પંચાયતના VCOએ કાળી પટ્ટી ધારણ કરી ધરણા યોજ્યા

વલસાડ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિલેજ કોમ્પ્યુટર ઓપરેટર દ્વારા કમિશન વધારાની પડતર માંગ ન સંતોષાતા કાળી રીબીન બાંધી વિરોધ નોંધાવ્યો

વલસાડ જિલ્લામાં છેલ્લા 15 વર્ષ ઉપરાંતથી દરેક ગ્રામ પંચાયત ખાતે વિલેજ કોમ્પ્યુટર ઓપરેટરની નિયુક્તિ કરવામાં આવી હતી. છેલ્લા 15 વર્ષથી VCO દ્વારા નજીવા કમિશન ઉપર પોતાની ફરજ નિભાવી રહ્યા છે. રાજ્ય VCO દ્વારા રાજ્ય સરકારને કમિશન વધારવા કરેલી વારંવાર રજૂઆતો બાદ રાજ્ય સરકાર દ્વારા કોઈ યોગ્ય નિર્ણય ન લેવાતા રાજ્ય VCOના આદેશ અનુસાર કપરાડા તાલુકાના VCO દ્વારા પડતર મંગણીઓ ન શાંતોષાતા 5મી ઓક્ટોબરના રોજ કપરાડા તાલુકાના વિલેજ કોમ્પ્યુટર ઓપરેટરો દ્વારા કાળી રીબીન બાંધી રાજ્ય સરકારની નીતિનો વિરોધ નોંધાવ્યો હતો

પોતાની પડતર માગણીઓને લઈ આંદોલન કરી રહેલા VCO દ્વારા જો આગામી સમયમાં તેઓની માગણી ના સંતોષાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામા આવી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ VCOને કાયમી કરી પગાર ધોરણ ચાલુ કરે તેવી માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...