તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુખદ મિલન:ઠપકાથી ભાગેલી ઓરિસ્સાની વિદ્યાર્થિની વલસાડ સ્ટેશને મળી

વલસાડ12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • GRPએ CWCને સોંપતા માતાપિતાને સુપરત

વલસાડના રેલવે સ્ટેશન પરથી ઓરિસ્સાની એક 16 વર્ષીય સગીરા જીઆરપી પોલીસને મળી આવી હતી.આ સગીરાની પુછપરછ કરતા તે ઓરિસ્સાથી ટ્રેનમાં બેસી વલસાડ આવી પહોંચી હતી તેવું જાણવા મળ્યું હતું.પોલીસે સગીરાને વલસાડ CWCની ટીમને સુપરત કર્યા બાદ સઘન તપાસના અંતે તેણીના માતાપિતાને વલસાડ બોલાવી સુપરત કરી સુખદ મિલન કરાવ્યુ હતુ.

ઓરિસ્સાના એક શિક્ષિત પરિવારની 16 વર્ષીય સગીરા ધો.10માં અભ્યાસ કરે છે. આ સગીરાને તેના માતાપિતાએ મોબાઇલ અંગે ઠપકો આપ્યો હતો. પરિણામે માઠું લગાવી આ સગીરા ગુસ્સામાં ઓરિસ્સાથી વાયા વલસાડ તરફ જતી ટ્રેનમાં બેસી ગઇ હતી.ટ્રેન વલસાડ આવતા ગભરાઇ ગયેલી સગીરા ટ્રેનમાંથી ઉતરી પડી હતી.દરમિયાન પેટ્રોલિંગ કરી રહેલી વલસાડ જીઆરપી પોલીસે સગીરાને જોતાં પૂછપરછ કરતા તેણી ઓરિસ્સાથી આવી હોવાનું જણાવ્યું હતું.

ઘરેથી કહ્યા વિના આવી ગયેલી આ સગીરાને જીઆરપીએ વલસાડ CWCના ચેરપર્સન સોનલબેન સોલંકીને જાણ કરતા સીડબ્લ્યુસીની ટીમે સગીરાનું કાઉન્સેલિંગ કર્યું હતું.સોનલબને જણાવ્યા મુજબ સગીરાને માતાપિતાએ મોબાઇલ વાપરવા મામલે ઠપકો આપતા ગુસ્સામાં કહ્યા વિના ટ્રેનમાં બેસી ગઇ હતી.છેવટે CWCએ તેણીને ધરાસણા બાળગૃહમાં મોકલ્યા બાદ તેણીના માતાપિતાનો સંપર્ક કરવા તપાસ હાથ ધરી હતી.

દરમિયાન સગીરાના માતાપિતાનો સંપર્ક થતાં તેમની દીકરી વલસાડમાં છે તેવું જણાવી સગીરાને લઇ જવા જણાવ્યું હતું.ભારે ચિંતાતુર માતાપિતા વલસાડ CWC ઓફિસે આવતાં સગીરાને સુપરત કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો