સુવિધા:વલસાડ એસટી વિભાગ દિવાળીના પર્વે વતન જવા વધારાની ટ્રીપ દોડાવશે

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • અમદાવાદ,વડોદરા,નડિયાદ,દાહોદ,ઝાલોદ તરફ અક્સ્ટ્રા ટ્રીપ મુકી

વલસાડ એસટી વિભાગ દ્વારા દિવાળીના તહેવારોમાં વતન જવા માટે ઉતર ગુજરાત સૌરાષ્‍ટ્રમાં વધારાના મુસાફરોને સગવડતા માટે મુસાફરોના પ્રમાણને ધ્‍યાનમાં લઈ જરૂરીયાત વધારાની બસ સુવિધા માટે ટ્રીપો દોડાવવાનું આયોજન કરાયું છે. વલસાડ વિભાગના તમામ ડેપો દ્વારા દિવાળીના તહેવારોને ધ્‍યાને લઈ 02 થી 09 નવેમ્‍બર,2021 સુધી આહવા, બીલીમોરા, ધરમપુર, નવસારી, વલસાડ તેમજ વાપી ડેપોથી અમદાવાદ, વડોદરા, નડીયાદ, દાહોદ, ઝાલોદ તરફ વધારાની બસ સર્વિસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્‍યું છે.

એકસ્‍ટ્રા બસોનું બુકિંગ વિભાગના તમામ ડેપો, કંટ્રોલ પોઈન્‍ટ ઉપરાંત એસ.ટી.ના બુકિંગ એજન્‍ટો, જી.એસ.આર.ટી.સી.ની ઓફિસીયલ ટીકિટ બુકિંગ એપ, મોબાઈલ એપ તથા નિગમની વેબસાઈટ www.gsrtc.in ઉપરથી ઓનલાઈન ટીકીટ આપવાનું શરૂ કરવામાં આવ્‍યું છે. આ ઉપરાંત જો એકાવન મુસાફરોનો સમુહ હોય તો માંગો ત્‍યાંથી ગંતવ્‍ય સ્‍થાન સુધીની ખાસ બસ સેવા આપવામાં આવશે. તમામ બસો જીપીએસ આધારિત નિયમન થતા સલામત મુસાફરીનું આયોજન કરવામાં આવ્‍યું છે.

આ સેવાનો સર્વે મુસાફર જનતાને લાભ લેવા વલસાડ એસટી વિભાગીય નિયામકે જણાવ્યું છે. હાલમાં ખાનગી ટ્રાવેલ્સવાળાઓએ દિવાળી વેકેશનને ધ્યાનમાં લઈ ભાડામાં વધારો કરી દીધો છે ત્યારે સામાન્ય અને મધ્યમ વર્ગીય હજારો પરિવારો માટે એસટી બસની સુવિધા ઘણી લાભદાયી નિવડશે.

અન્ય સમાચારો પણ છે...