ગરીબોને આશ્રય:વલસાડ નગરપાલિકાએ ફૂટપાટ પર રહેતા લોકોને સેલટર હોમમાં આશ્રય લેવા જાગૃત કર્યા

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સેલટર હોમમાં રહેવાની વિનામૂલ્યે સુવિધા પાલિકાએ તૈયાર કરી છે

વલસાડ શહેરમાં ફૂટપાટ ઉપર આશ્રય લઈને રાત વિતાવતા લોકો માટે કેન્દ્ર સરકારની યોજના હેઠળ સેલટર હોમ નગર પાલિકાએ તૈયાર કરવામાં આવ્યું છે. સેલટર હોમમાં 125 લાભાર્થીઓ સાથે રહી શકે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. સોમવારે નગરપાલિકા અને પોલીસ વિભાગના સથવારે રાત્રી દરમિયાન ફૂટપાથ ઉપર આશ્રય લેતા તમામ હોમલેસ વ્યક્તિઓ અને ભીક્ષુકોને સેલટર હોમનો લાભ લેવા જાગૃત કરવામાં આવ્યા હતા.

ફૂટપાટ ઉપર ઊંઘતા હોમલેસ લોકોની સુરક્ષા અને સેફટીને ધ્યાને રાખીને કેન્દ્ર સરકાર દ્વારા સેલટર હોમ બનાવવાની યોજના બનાવવામાં હતી. આ યોજના અંતરગત વલસાડ નગર પાલિકા દ્વારા DMDG ધાસવાલા સ્કૂલ પાસે સેલટર હોમ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં 125 જેટલા શ્રમિકોને ઊંઘવા અને રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ યોજનાનો હોમલેસ વ્યક્તિઓ લાભ લેય તે માટે હોમલેસ અને ભીક્ષુક લોકોને સેલટર હોમ ખાતે તૈયાર કરવામાં આવેલી સુવિધા અંગે જાગૃત કરવામાં આવ્યા હતા.

હોમલેસ વ્યક્તિઓ કેન્દ્ર સરકારની યોજના હેઠળ લાભ લેય તે માટે જાગૃત કરવામાં આવ્યા હતા. વલસાડ નગરપાલિકાના CO, સીટી ઈજનેર, વલસાડ સીટી PI અને પોલીસ જવાનોને સાથે રાખીને હોમલેસ તામામ વ્યક્તિઓને સેલટર હોમનો લાભ લેવા માટે જાગૃત કરવામાં આવ્યા હતા. પાલિકાએ સેલટરમાં 125 વ્યક્તિઓ માટે ઊંઘવા અને રહેવાની, પીવાના પાણીની, નાહવાની, શોચાલાય, અને રહેવા સહિત પાયાની તમામ સુવિધા ભીક્સુકો અને હોમલેસ વ્યક્તિઓ માટે ઉભી કરવામાં આવી છે તેમ વલસાડ નગર પાલિકાના COએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...