• Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • The Valsad Municipality Continued To Collect Outstanding Taxes Even On Holi Day, Sealing 14 Properties And Collecting Rs.1.5 Lakh From The Site.

બાકી વેરાની કડક વસૂલાત:વલસાડ પાલિકાએ હોળીના દિવસે પણ બાકી વેરાની વસૂલાત ચાલુ રખાઈ, 14 મિલ્કતો સીલ કરી સ્થળ પરથી દોઢ લાખની વસૂલાત કરી

વલસાડ17 દિવસ પહેલા
  • કૉપી લિંક

વલસાડ નગર પાલિકા દ્વારા 1700થી વધુ વેરો બાકી રાખતા મિલકત ધારકોને નોટિસ મોકલાવી તેમની મિલકતનો બેકી વેરો ભરવા સૂચના આપવામાં આવી હતી. ઘણા વર્ષોથી નગર પાલિકા દ્વારા મિલકત ધારકોને વારંવાર નોટિસ આપવા છત્તા બાકી વેરો નહીં ભરતા મિલકત ધારકો સામે આજે વલસાડ નગર પાલિકાએ એમ જી રોડ, નાના તાઈવાડ અને મોગરાવાડીમાં વેરા વસુલાતની કાર્યવાહી હાથ ધરી હતી. શહેરમાં છેલ્લા 3 વર્ષ ઉપરાંતથી વેરાની રકમ બાકી રાખતા મિલકત ધારકોને વારંવાર નોટિસ આપવા છત્તા ઘણા સમયથી નગર પાલિકાનો મિલકત વેરો ભર્યો ન હોવાથી વલસાડ નગર પાલિકા દ્વારા આજે કાર્યવાહીને વધુ તેજ કરવામાં આવી હતી. વલસાડ શહેરમાં મિલકત ધારકો પૈકી વેરો બાકી રાખતા મિલકત ધારકોની મિલકતો સિલ કરવાની કાર્યવાહી વધુ તેજ કરવામાં આવી હતી.

આજ રોજ વલસાડ શહેરમાંથી 14 મિલકતો સિલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. નગર પાલિકાની વેરા વસુલતની કામગીરી દરમ્યાન 1.50 લાખથી વધુની રકમ વેરા વસુલાત કામગીરી દરમ્યાન સ્થળ ઉપરથી વસુલવામાં આવી હતી.વલસાડ પાલિકા હદ વિસ્તારોમાં પાણી, સ્ટ્રીટલાઇટ, ડ્રેનેજ અને આરોગ્યને લગતી સેવાઓ માટે ભરવાપાત્ર વેરા જમા કરવા 2022માં પાલિકાએ પ્રારભિક માગણા બિલો રવાના કરી દીધાં હતા. નગર પાલિકા હદ વિસ્તારમાં આવેલી 52 હજારથી વધુ મિલકત ધારકોને એડવાન્સ વેરો જમા કરાવવા રાજ્ય સરકાર અને પાલિકાએ વળતર સ્કીમનો પણ લાભ આપ્યો હતો. જે પૈકી 3 વર્ષથી વધુ વેરો બાકી રહેતા મિલકત ધારકો પાસે નગર પાલિકાની ટીમે કડક કાર્યવાહી હાથ ધરી છે. વલસાડ શહેરના વિવિધ વિસ્તારોમાં બાકી મિલકત ધારકો સામે કાર્યવાહીને વધુ કડક કરવા આવી હતી. જેમાં 3 વર્ષ ઉપરાંતથી પાલિકાનો મિલકત વેરા ન ભરતા 14 મિલકત ધારકોની મિલકત સિલ કરવામાં આવી હતી.. નગર પાલિકાની કડક કાર્યવાહી દરમ્યાન મિલકત ધરકોએ બાકી વેરો સ્થળ ઉપરથી જમા કરાવતા સ્થળ ઉપર વેરો વસુલવામાં આવ્યો હતો. આજરોજ વેરા વસુલતની કામગીરી દરમ્યાન કુલ 1.50 લાખથી વધુનો બાકી વેરાની વસુલાત કરવામાં આવી હતી. આજ રોજ વલસાડ નગર પાલિકા ખાતે કુલ 8.57 લાખના વેરાની વસુલાત નગર પાલિકાના હાઉસ ટેક્સ વિભાગે કરી હતી. 40 જેટલી મિલકત ધારકોને જપ્તિની નોટિસ બજાવવામાં આવી છે. અને વેરો ન ભરતા 3 મિલકત ધારકોના નળ કનેશન કાપવામાં આવ્યા છે. આજ રોજ વેરા વસુલતની કામગીરી માટે પાલિકાના ટેક્સ સુપરિટેન્ડન્ટ રમણભાઈ રાઠોડ, નગર પાલિકાના ઇન્ટરનલ ઓડિટર કમલેશ ભંડારી અને હેડ ક્લાર્ક પ્રવીણ ચાસિયા સહિત નગર પાલિકાની ટીમોએ કામગીરી હાથ ધરી હતી.

પરંતું તેમ છતાં પાછલા વર્ષોની 30%થી વધુ મિલકત ધરકોએ વેરાની બાકી રકમ હજી વેરાદારોએ જમા કરાવી નથી. પાલિકા દ્વારા દર વર્ષે મિલકત વેરાઓ જમા કરાવવા માટે રાજ્ય સરકાર તરફથી મળતી સૂચનાઓનું પાલન કરવા સાથે વેરા વસુલાતની કાર્યવાહી પર ભાર મૂકતાં પાલિકા તંત્રએ બાકીદારોને નોટિસો જારી કરવાની કાર્યવાહી હાથ ધરી છે. પાલિકાના હાઉસ ટેક્સવિભાગે સરકારની ગાઇડલાઇન મુજબ લાગૂ નિયમો આધિન મિલકતદારોને પાછલી બાકી વેરાની રકમ ભરવા માટે વારંવાર સૂચનાઓ આપવા છતાં ઘણા મિલકતધારકોના વેરાની રકમ હજી જમા કરાવામાં આવી નથી. મિલકત ધારકોને પાલિકાના હાઉસ ટેક્સ શાખા દ્વારા 1700થી વધુ નોટિસ જારી કરવામાં આવી છે. હજી બીજા વધુ બાકીદારોને પણ નોટિસો આપવાની કામગીરી જારી રાખવામાં આવી છે. ઘણા વર્ષોથી નગર પાલિકાના બાકી મિલકત ધારકોને વારંવાર નોટિસ આપીને વેરો ભરવા જણાવતી હોવવા છત્તા ઘણા સમયથી બાકી રહેલા વેરાની વસુલાત કરવાની કામગીરી પાલિકા દ્વારા હાથ ધરવામાં આવી છે. વલસાડમાં 14 મિલકતો સિલ કરવાની કામગીરી કરતા વેરો બાકી રાખતા મિલકત ધારકોનો હોળીનો રંગ ફિક્કો થઈ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...