દબાણો હટાવાયા:વલસાડ નગરપાલિકાએ સીટી પોલીસની ટીમ સાથે શાકભાજી માર્કેટમાં દબાણો દૂર કર્યા

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દબાણો હટાવી શાકભાજી માર્કેટમાં 3 પાર્કિંગ પ્લોર્ટ ખુલ્લા કરવામાં આવ્યા

વલસાડ શહેરમાં વધતી જતી ટ્રાફિક સમસ્યા નિવારવા વલસાડ નગર પાલિકાએ સીટી પોલીસની ટીમ સાથે શાકભાજી માર્કેટ ખાતે આવેલા 3 પાર્કિંગ પ્લોર્ટ ઉપર દબાણો દૂર કરીને ટ્રાફિક સમસ્યા નિવરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. શાકભાજી માર્કેટ ખાતે ટ્રાફિકને નડતર રૂપ દબાણ કરતી 15થી વધુ લારીઓ પાલિકાએ જપ્ત કરી હતી. શાકભાજી માર્કેટ ખાતે ટ્રાફિકને નડતર રૂપ દબાણો હટાવો જુમ્બેશ હાથ ધરીને ટ્રાફિક સમસ્યા નિવારવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.

કોરોના મહામારી બાદ સામાન્ય થતું જનજીવન સાથે શહેરમાં વધતી સમસ્યા વાહન ચાલકો અને પાલિકા વિભાગ માટે માથાનો દુખાવો બની ગઈ છે. વલસાડ શહેરના શાકભાજી માર્કેટ ખાતેથી સીટી પોલીસે શહેરમાં વધતી જતી ટ્રાફિક સમસ્યા નિવારવા અને શાકભાજી માર્કેટમાં વાહન ચાલકોને પાર્કિંગ સુવિધા વધારવા જુમ્બેશ હાથ ધરવામાં આવી હટીમ વલસાડ સીટી પોલીસ દ્વારા છેલ્લા 3 દિવસ ઉપરાંતથી શાકભાજી માર્કેટ ખાતે આવેલા 3 પાર્કિંગમાં પ્લોર્ટ ખાતે દબાણ હટાવી લેવા પાલિકા દ્વારા અને પોલીસ વિભાગ દ્વારા દબાણ કર્તાઓને સૂચનાઓ આપવામાં આવી હતી.

શાકભાજી માર્કેટના પાણીની પરબ સાઈડ કાંદા બટેક અને લસણ વેચવા વાળાઓએ સ્થાહી મંડપ બાંધ્યો હતો. જેને દૂર કરવા સીટી પોલીસ અને નગર પાલિકાએ સૂચના આપી લારી અને માડપનું કાચું બાંધકામ દૂર કરાવા સૂચનાઓ આપવામાં આવી હતી. અને શાકભાજી માર્કેટ ના 3 પાર્કિંગ પ્લોર્ટ ખુલ્લા કરવામાં આવ્યા હતા. વાહન ચાલકોને પાર્કિંગ પ્લોર્ટમાં જ વાહનો મુકવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી. આગામી દિવસોમાં શહેરના મુખ્ય માર્ગો ઉપર થી ટ્રાફિકને નડતર રૂપ દબાણો દૂર કરવામાં આવશે તેમ સીટી PIએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...