તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રેરણા:વલસાડની સંસ્થા રોજ 275 ટિફિન પૂરા પાડે છે

વલસાડ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હોસ્પિટલો અને ઘરે કોરોના દર્દીઓની વ્હારે જૈન સોશ્યિલ ગૃપ આવ્યું

કોરોનાના દર્દીઓ અને તેમના કુટુંબીજનો માટે સર્જાયેલી મુશ્કેલી સમયે વલસાડનું જૈન સોશ્યિલ ગ્રુપ તન,મન અને ધન સાથે વ્હારે આવ્યું છે.આ ગ્રુપે કોરોનાના ભયાનક રૂપ વચ્ચે દર્દીઓને હોસ્પિટલોમાં વિના મૂલ્યે શુધ્ધ સાત્વિક ભોજન પેકિંગ સાથે 150 ટિફિન પહોંચાડવાની કામગીરી શરૂ કરી છે.કોરન્ટાઇન દર્દી માટે પણ ઘર બેઠા 125 ટિફિન મોકલાવી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુંરૂં પાડ્યું છે.

વલસાડમાં વર્ષોથી કાર્યરત જૈન સોશ્યિલ ગ્રુપ જૈન સોશ્યિલ ઇન્ટરનેશનલ ફેડરેશનના નેજા હેઠળ વિશ્વભરમાં સ્થાપેલ શાખાઓ પૈકીની એક છે.જેમાં કુદરતી આફતોના સમયે વલસાડની શાખા જૈન સોશ્યિલ ગ્રુપે સેવા પ્રદાન કરવા અગ્રેસર રહી છે.કોરોનાની મહામારીમાં સંસ્થાએ હોસ્પિટલોમાં દાખલ દર્દીઓ અથવા ઘરે કોરન્ટાઇન થયેલા વ્યક્તિઓ અને તેમના સગાસબંધી માટે ટિફિન સેવાનુ યજ્ઞ શરૂ કરાયુ છે.છેલ્લા 12 દિવસથી સતત દરરોજ 275 ટિફિન તૈયાર કરી સંસ્થાના કાર્યકરોએ દર્દીઓની સેવામાં કાર્યરત રહી માનવતાને મહેકાવી છે.

હોસ્પિટલોના દર્દીઓ માટે 150 ટિફિન અને ઘરે 125 ટિફિન કાર્યકરો ઘર બેઠા પહોંચાડી રહ્યા છે.આ ટિફિન સેવા દરેક જાતિ વર્ગના લોકો માટે અર્પણ કરાઇ રહી છે. જૈન સોશ્યિલ ગ્રુપના આ અભિયાનમાં પ્રમુખ દિવ્યેશ ઝાટકિયા, સ્વંય સેવક કાર્યકરો કાર્યરત છે. આ સંસ્થા સમગ્ર જૈન સમાજ અને અન્ય સમાજો માટે ટિ‌‌ફિન સેવા અભિયાન પ્રેરણારૂપ બની છે. આ સેવાથી હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓ અને તેમના પરિવારજનોને ઘણી રાહત થઇ છે.

અન્ય સમાચારો પણ છે...