તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંક્રમણ અટકાવવા પ્રયાસ:મહારાષ્ટ્રથી ગુજરાતમાં પ્રવેશતા લોકોના RTPCR ટેસ્ટ ફરજિયાત કરતાની સાથે વલસાડ આરોગ્ય વિભાગ સતર્ક થયું

વલસાડ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પ્રથમ દિવસે 891 યાત્રીઓ RTPCR ટેસ્ટ સાથે રાજ્યમાં પ્રવેશ મેળવ્યો
 • 15થી વધુ લકઝરી બસને ગુજરાતમાં પ્રવેશતા અટકાવી યુટર્ન મરાવ્યો

મહારાષ્ટ્રમાં વધતા જતા કોરોના સંક્રમણને અટકાવવા રાજ્ય આરોગ્ય વિભાગે મહારાષ્ટ્રથી ગુજરાતમાં આવતા તમામ લોકોના 72 કલાક પહેલાના RTPCR ટેસ્ટનો નેગેટિવ રીપોર્ટ સાથે આવતા યાત્રીઓ જ રાજ્યમાં પ્રવેશ આપવામાં આવશે તેવી જાહેરાત કરતા વલસાડ જિલ્લાના ભિલાડ ચેકપોસ્ટ ખાતે આરોગ્ય વિભાગ અને પોલીસ વિભાગે સઘન ચેકીંગ વધારી દીધું હતું.

પોલીસ વિભાગે તમામ ખાનગી બસોને પરત મહારાષ્ટ્ર મોકલી

1 એપ્રિલેથી નિયમનું કડકાઇથી પાલન કરાવવામાં આવી રહ્યું છે. ભિલાડ ચેક પોસ્ટ ઉપર મહારાષ્ટ્રથી આવતા 891 લોકો RTPCR ટેસ્ટ સાથે ગુજરાતમાં પ્રવેશ મેળવ્યો હતો. આરોગ્ય વિભાગની ટીમે તમામ યાત્રીઓની નોંધ કરી સ્ક્રીનીંગ કરવી પછીજ ગુજરાતમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. ભિલાડ ચેકપોસ્ટથી મહારાષ્ટ્રથી યાત્રીઓ સાથે આવતી 15 લકઝરી બસો અને તેમના યાત્રીઓ જે RTPCR ટેસ્ટ કરાવ્યા વિના આવતા હતા. આરોગ્ય અને પોલીસ વિભાગે તમામ ખાનગી બસોને પરત મહારાષ્ટ્ર મોકલી આપવામાં આવી હતી.

તલાસાડી ચેકપોસ્ટ ઉપર ગુજરાતમાં પ્રવેશ માટે RTPCR ટેસ્ટનો નેગેટિવ રીપોર્ટ ફરજિયાત

મહારાષ્ટ્રમાં વધતા જતા સંક્રમણને લઈને મોટાભાગના લોકો મહારાષ્ટ્ર છોડીને અન્ય રાજ્યો તરફ દોડી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં પ્રવેશ કરવા ઇચ્છતા તમામ લોકોના RTPCR નો કોરોના નેગેટિવ રીપોર્ટ હશે તેવા યાત્રીઓને જ ગુજરાતમાં પ્રવેશ આપવામાં આવશે તેમ મહારાષ્ટ્રના તલાસાડી ચેકપોસ્ટ ઉપર કરાવવામાં આવી રહ્યું છે. જેનાથી મહારાષ્ટ્રથી ગુજરાતમાં આવતા તમામ લોકોને જાગૃતિ વધારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો