મતદાન જાગૃતિ:વલસાડ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદારોને જાગૃત કરવા માટે રવિવારે સાયકલ મેરેથોન યોજાશે

વલસાડ18 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણી મતદારો મોટી સંખ્યામાં લોકશાહીના મહાપર્વમાં જોડાય અને લોકોમાં મતદાન અંગે જન જાગૃતિ આપવા માટે વલસાડ શહેરમાં એક મેરેથોન અને સાયકલ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે. જે રવિવારે વહેલી સવારે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં દોડવીરો મેરેથોન દોડમાં જોડાઈને મતદારોને લોકશાહીના મહાપર્વમાં જોડાવવા જાગૃત કરવામાં આવશે. મેરેથોન દોડમાં કુલ 800થી વધારે દોડવીરો ભાગ લેશે.

ગુજરાત રાજ્યની વિધાનસભાની સામાન્ય ચૂંટણી-2022 અંતર્ગત વલસાડ જિલ્લામાં તા.1 ડિસેમ્બરે મતદાન થનાર છે ત્યારે જિલ્લાના મતદારો વધુમાં વધુ મતદાન કરી લોકશાહીના પર્વમાં ઉમેળકાભેર સહભાગી થાય તેવા પ્રયાસ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રેના માર્ગદર્શન હેઠળ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરાયા છે. જે સંદર્ભે મતદાન જાગૃતિ માટે સ્વીપના નોડલ અને જિલ્લા શિક્ષણાધિકારી તેમજ સ્વીપ નોડલ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા SVEEP ( Systematic Voters' Education and Electoral Participation) કાર્યક્રમ અંતર્ગત તા. 13 નવેમ્બરને રવિવારના રોજ સવારે 8 થી 10 કલાક દરમિયાન વલસાડ શહેરમાં સાયકલ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. સાયકલ મેરેથોનનો પ્રારંભ કોલેજ કેમ્પસથી થશે ત્યારબાગ ભાગડાવડા-દાદીયા ફળિયા, ધોબીતળાવ, આઝાદચોક, સ્ટેડિયમ રોડ, બસ સ્ટેન્ડ, ધરમપુર રોડ, આરપીએફ ચોકડી, નનકવાડા હાલર રોડ થઈ સર્કિટ હાઉસ ખાતે મેરેથોન પૂર્ણ થશે. સાયકલ મેરેથોન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે ટ્રાફિક નિયમન કરવા પોલીસ બંદોબસ્ત પણ ફાળવવામાં આવ્યો છે. મતદાન જાગૃત્તિ માટે યોજાનાર આ સાયકલ મેરેથોનમાં મોટી સંખ્યામાં શહેરીજનો ઉત્સાહભેર જોડાય તે માટે અખબારી યાદીમાં જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...