તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તંત્ર સતર્ક:ઉત્તરાખંડ ઘટનાથી વલસાડ જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ તંત્ર એલર્ટ થયું

વલસાડ24 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કોઇ ફસાયા હોય તો સંપર્ક કરવા હેલ્પલાઇન નંબર જારી કરવામાં આવ્યો

ઉત્તરાખંડમાં હિમસ્ખલનના કારણે મચેલી તબાહીના પગલે વલસાડ જિલ્લા વહીવટી તંત્ર સતર્ક થઇ ગયું છે. જિલ્લાના પ્રવાસીઓ ફસાયા હોય તો તાત્કાલિક જિલ્લા ડિઝાસ્ટર મામલતદાર કચેરીએ જાણ કરવા કલેકટરે સૂચના જારી કરી છે.સંબંધિતો ડિઝાસ્ટર મામલતદારોના મોબાઇલ ફોન ઉપર સંપર્ક કરી શકે તેવી વ્યવસ્થા માટે હેલ્પલાઇન નંબર જારી કરાયા છે. આ રાજ્યમાં પ્રવાસે ગયેલા સહેલાણીઓમાં ચિંતાનો માહોલ વ્યાપી ગયો છે.

કલેકટરે જણાવ્યું છે કે,ઉત્તરાખંડમાં પૂરની ઘટનાને ધ્યાને લેતા જિલ્લામાંથી કોઇ પરિવારના સભ્યો સહેલાણીઓ ઉત્તરાખંડના પ્રવાસે ગયા હોય તો તાત્કાલિક તેમની માહિતી અત્રેના ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલ રૂમ નં.02632-243238,2400212 અથવા 1077 ઉપર કરવા જાણ કરવા જણાવ્યું છે.

ફસાયેલા સહેલાણીઓના પરિવારો આ નંબર પર સંપર્ક કરી મદદ મેળવી શકશે
કલેકટર રાવલે ઉત્તરાખંડના પ્રવાસે જો કોઇ જિલ્લાના સહેલાણીઓ ગયા હોય તો માત્ર ડિઝાસ્ટર કંન્ટ્રોલ રૂમ નંબરો ઉપરાંત બીજી વ્યવસ્થા પણ કરી છે.જેમાં તેઓ ડિઝાસ્ટર મામલતદાર મોબાઇલ નં.6355961632,નાયબ મામલતદાર મો.નં.9265025791 અથવા ડીપીઓ મો.નં.8849000397 ઉપર સંપર્ક કરી શકશે. ઉત્તરાખંડમાં સર્જાયેલી આપદાને લઇ જે પ્રવાસીઓ ત્યાં જો ફસાઇ ગયા હોય તો તે અંગેની જાણકારી માટે સરકારે ઉત્તરાખંડ,દહેરાદૂન,ગવર્નમેન્ટ ઓફ ઉત્તરાખંડ,સેક્રેટરાલય કેમ્પસ,રાજપુર રોડ, ડિઝાસ્ટર વિભાગના સચિવ આઇએએસનો મો.નં. વિભાગનો લેન્ડલાઇન નંબર જારી કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો