વલસાડ જિલ્લો કોરોના મુક્ત:વલસાડ તાલુકામાં સંક્રમિત જાહેર થયેલા વેપારી કોરોના મુક્ત થતા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વલસાડ તાલુકામાં રહેતા એક વેપારીનો 26 ડિસેમ્બર 2022ના રોજ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેને લઈ આરોગ્ય વિભગની ટીમ દોડતી થઈ હતી. દર્દીને સારવાર માટે ખસેડી વિસ્તારમાં કોરોના સંક્રમણ અટકાવવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યાં હતા. આરોગ્ય વિભાગની સૂચના અને આયુષ મંત્રાલયના માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય વિભગની ટીમે દર્દીની સારવાર શરૂ કરી હતી. ત્યારે આજ રોજ વલસાડની સિવિલ હોસ્પિટલના કોવિડ વોર્ડમાંથી આ દર્દી કોરોના મુક્ત થતા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યો હતો. જેથી વલસાડ જિલ્લો કોરોના મુક્ત જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે.

વલસાડ તાલુકામાં એક વિસ્તારમાં રહેતા અને અનાજ કરિયાણાની દુકાનના સંચાલકને 25 ડિસેમ્બરના રોજ સામાન્ય લક્ષણો જણાઈ આવતા કોરોનાનો RT-PCR ટેસ્ટ કરાવ્યો હતો. જેનો રિપોર્ટ 26 ડિસેમ્બરે પોઝિટિવ આવતા વેપારી સંક્રમિત જાહેર થતા આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર દોડતું થયું હતું. કોરોના સંક્રમણ ઘટાડવા વલસાડ જિલ્લા આરોગ્ય વિભગની ટીમે વિસ્તારમાં અને વેપારીના સંપર્કમાં આવેલા લોકોનો ટેસ્ટ કરાવવાની કાર્યવાહી હાથ ધરી હતી. આરોગ્ય વિભાગની ટીમે વેપારીના રહેઠાણ અને દુકાનની વિસ્તારની આજુબાજુના વિસ્તારમાં સર્ચ કરી અને કોરોના જાગૃતિ અભિયાન ચલાવી ઘરે ઘરે જઈને કોવિડના સામાન્ય લક્ષણો જણાતા લોકોની તપાસ હાથ ધરી હતી. વિસ્તારમાંથી એકપણ વ્યક્તિને કોવિડને સામાન્ય લક્ષણો જોવા મળ્યો ન હતા જેથી આરોગ્ય વિભાગની ટીમે રાહત અનુભવી હતી. બીજી તરફ આજે આ વેપારીનો રિપોર્ટ નેગેટિવ આવી જતા તેને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...