તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છૂટોછવાયો:ગત વર્ષની તુલનાએ અત્યાર સુધીનો સીઝનનો કુલ વરસાદ 2.76 ઈંચ ઓછો

વલસાડ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2020ના જુલાઈ માસની 13 તારીખ સુધીમાં 20.44 ઈંચની સામે આ વર્ષે 17.58 થયો જેથી ખેડૂતોને થોડી રાહત
  • વલસાડ જિલ્લામાં છેલ્લા 5 વર્ષથી વરસાદનો ટ્રેન્ડ બદલાયો, અષાઢ માસ કરતા હવે શ્રાવણ અને ભાદરવામાં જોર વધુ

બધાને એમ થઇ રહ્યું છે કે આ વર્ષે વરસાદ ખેંચાઇ જતાં જિલ્લામાં વરસાદ ઓછો થઇ રહ્યો છે, પણ ગત 2020ના વર્ષના જૂલાઇ સુધીમાં પડેલા વરસાદનું પ્રમાણ જોતાં ચાલૂ વર્ષ અડધા જૂલાઇ સુધીમાં જ વધુ વરસાદ થયો છે. ગત જૂલાઇ સુધીની સીઝન દરમિયાન કુલ 20.44 ઇંચ વરસ્યો હતો, જેની સામે આ વર્ષે જૂલાઇના 13 દિવસ સુધીમાં જ 17.68 ઇંચ વરસાદ પડી ચૂક્યો છે.

હજી ચાલૂ જૂલાઇના 17 દિવસ બાકી છે,જેના પગલે હજી ગત વર્ષ જુલાઇ સુધીની સરખામણીમાં વરસાદનું પ્રમાણ વધશે તેવું આકલન થઇ રહ્યું છે. વલસાડ જિલ્લામાં ચાલૂ વર્ષે ચોમાસાની સિઝન પહેલા જાન્યુઆરીમાં ઠંડીની સિઝનમાં હવામાનમાં પલટો આવતાં માવઠા સાથે કમોસમી વરસાદ થયો હતો.એટલું જ નહિ તો મે દરમિયાન તાઉતે ‌વાવાઝોડાની ભીષણ અસરના કારણે 17 થી 18 મે કમોસમી ભારે વરસાદ પડ્યો હતો. જેના કારણે વલસાડ જિલ્લામાં 6 હજાર હેકટર જમીનમાં કેરીના વાવેતરના પાકને સૌથી ગંભીર અસર પહોંચી હતી.

હવામાનના આ અનિશ્ચિત ફેરફારના કારણે હવામાન બદલાયું હતું.ત્યારબાદ મે માસ પૂરો થતાં જૂન માસ બેઠો અને 17 જૂને ચોમાસાનું આગમન થયું હતું.આ માસના વચલા ગાળામાં વરસાદ સારો પડ્યો પરંતું ત્યારબાદ વરસાદ ખેંચાઇ જતાં ડાંગરની વાવણી ખોરંભે પડી ગઇ હતી.આ સ્થિતિ છતાં 17 જૂનથી 13 જૂલાઇ સુધીની વરસાદી સીઝનમાં ગત 31 જૂલાઇ 2020 સુધી પડેલા 20.44 ઇંચ વરસાદની સરખામણીમાં જોવા જઇએ તો 13 જૂલાઇ 2021 સુધી ચાલૂ વર્ષની અત્યાર સુધીની ટૂંકી સીઝનમાં 17.68 ઇંચ વરસાદ પડી ચૂક્યો છે અને હજી આ માસના 17 દિવસ બાકી છે તે જોતાં ગત વર્ષના જૂલાઇ સુધી કરતા આ વર્ષે વરસાદ વધશે તેવું તારણ કાઢવામાં આવી રહ્યું છે.

તાઉતેના તેજ પવનોને લઇ હવામાન પર અસર થઇ
હવામાન ‌વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર પરંપરાગત રીતે જૂનમાં ખાસ કરીને 15 જૂન પછી ચોમાસાની શરૂઆત થાય છે.તે પહેલા 17 અને 18 મે દરમિયાન તાઉતે વાવાઝોડાએ સમુદ્રમાં ભારે ચક્રવાત ઉભું કર્યું હતું.જેમાં વરસાદી વાદળો સાથે ભારે વરસાદ અને તોફાને વિનાશની પરિસ્થિતિ નિર્માણ કરી હતી.ત્યારબાદના 10 દિવસ દરમિયાન અમુક સમયાંતરે પણ કમોસમી વરસાદ થયો હતો.

10 જૂનથી વરસાદી માહોલનો ચઢાવ ઉતાર રહ્યો
10 જૂને જિલ્લામાં સરેરાશ સવા 1 ઇંચ વરસાદ, 23 જૂને સરેરાશ અડધો ઇંચથી વધુ, 25 જૂને વાપીમાં 2 ઇંચ, પારડીમાં 1 ઇંચ, ઉમરગામમાં સવા 1 ઇંચ વર્ષા થઇ હતી. જો કે 10 જૂલાઇએ મેઘરાજાની ધમાકેદાર રીએન્ટ્રી થઇ હતી. જેમાં ઉમરગામ તાલુકામાં પોણા 4 ઇંચ, ધરમપુરમાં 2.5 ઇંચ, પારડી પોણા 3 ઇંચ, વલસાડ 1 ઇંચ અને વાપીમાં દોઢ ઇંચ વરસાદ થયો હતો.

2021ના 13 જૂલાઇ સુધીમાં સીઝનનો કુલ વરસાદ થયો

તાલુકોવરસાદ મિમિ
ઉમરગામ15
કપરાડા0
ધરમપુર0
પારડી4
વલસાડ8
વાપી9

​​​​​​​ ​​​​​​​

અન્ય સમાચારો પણ છે...