વલસાડ તાલુકાના વેલવાચ ગામે છેલ્લા ઘણા સમયથી દીપડો મરઘાનું મારણ કરતા ગામમાં ભારે દેહશદનો માહોલ જોવા મળ્યો હતો. જે અંગે વન વિભાગે દીપડાને પાંજરે પુરવા માટે પાંજરુ ગોઠવવામાં આવ્યું હતું. જ્યારે ફરી શિકારની શોધમાં આવેલો ખૂંખાર દીપડો ગોઠવેલા પાંજરામાં પૂરાઇ જતા ગામના લોકોએ રાહતનો શ્વાસ દીધો હતો.
વલસાડ તાલુકાના વેલવાચ ગામના મહાલક્ષ્મી ફળિયામાં રહેતા સંદિપભાઈના ઘરે છેલ્લા બે દિવસથી દીપડો મરઘાંનું મારણ કરતો હતો. જેની જાણ સંદિપભાઈએ વન વિભાગને કરી હતી. વન વિભાગના અધિકારીઓ તેમની ટીમને લઈને તાત્કાલિક ધોરણે મહાલક્ષ્મી ફળિયામાં પાંજરૂ ગોઠવ્યું હતું.
દીપડા ને લઈ ગામમાં કેટલાક દિવસથી ભારે દેહસદનો માહોલ ફેલાયો હતો, ત્યારે આજરોજ વહેલી સવારે ફરી દીપડો મહાલક્ષ્મી ફળિયામાં શિકારની શોધમાં આવ્યો હતો જે ગોઠવેલા પાંજરામાં પૂરઇ જતાં ગામના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. દીપડો પાંજરે પૂરતા તેને જોવા માટે મોટી સંખ્યામાં ગામ લોકો ઉમટી પડ્યા હતા.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.