વલસાડ જિલ્લાના કપરાડાના અરણાઈ ઓઝરડા માર્ગ ઉપર અરણાઈ ગામથી સગાઈ કરવા જઈ રહેલા પરિવારનો ટેમ્પો ટેકરા ઉપરથી પલટી મારી ગયો હતો. જેથી અકસ્માત થયો હતો. જેમાં 35થી વધુ લોકોને નાની મોટી ઇજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને 108ની ટીમની મદદ વડે સારવાર માટે ધરમપુર અને નાનાપોઢા CHCમાં ખસેડાયા હતા.
કપરાડાના અરણાઈ ગામના ખોરી ફળીયામાંથી મગન શુકકરભાઈ કાળાત ઘરેથી તેનો પુત્ર સતિષ મગનભાઈ કાળાતની સગાઈ હોવાથી ગવટખા ખાતે જઈ રહ્યા હતા. મગનભાઈના પરિવાર સહિત આમંત્રિત લોકો સાથે તમામ ટેમ્પામાં બેસી બપોરે 1.45 થી 2.00 વાગ્યાના સુમારે ઘરેથી નીકળ્યા હતા. આ દરમિયાન ખોરી ફળિયાનો ટેકરો ચઢતા ટેમ્પો પલટી મારી ગયો હતો. જેથી ટેમ્પોમાં સવાર તમામ લોકો ટેમ્પામાંથી દૂર ફેંકાઈ ગયા હતા. જેમાં 35 જેટલા લોકોને નાની મોટી ઈજા પહોંચી હતી.
કેટલાક લોકોના હાથ પગ ભાગ્યા હતા. તો કોઈની ગાદી ખસી ગઈ અને અનેક લોકોના માથામાં ઈજા પહોંચી હતી. આ અકસ્માતને પગલે સ્થાનિક લોકો તેમજ આજુબાજુના વિસ્તારના લોકો ઘટના સ્થળ ઉપર ઇજાગ્રસ્તોની મદદ માટે દોડી આવ્યા હતા. સ્થાનિક લોકો અને ગામના અગ્રણીઓએ 108ની ટીમને જાણ કરી હતી.
અકસ્માતના ઘટના સ્થળ ઉપર 4 જેટલી 108 સ્થળ ઉપર ઇજાગ્રસ્તોને સારવાર માટે ધરમપુર સ્ટેટ ખાતે સારવાર અર્થે ખસેડ્યા હતા. જેમાં 22 જેટલા ઈજા પામેલા ઈસમોને ત્રણ એમ્યુલન્સમાં લઈ જવાયા હતા. જ્યારે ચોથી 108માં નાનાપોઢા CHC ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. જેમાં ઈજા પામેલા 8 ઈસમોમાં રમીલા ઈશ્વર બારાત, દેવલી કાકડ જીમતા,બીસ્તુ ભીખુ વાઘેલા, ઋણીતા ભરત બારાત, અમા સામજી ખરપડીયા, ફૂલી નીરવ ભોયા, ગીતા ધનજી ફડવળ, ગજરા મંછું ભવાર વગેરેએ નાનાપોઢામાં સારવાર લીધી હતી. જેમાંથી ઘણા લોકોને ધરમપુર સ્ટેટમાં પણ રીફર કર્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.