વર્ષ 2013માં અપહરણ થયેલા એક સગીર અંગે વાપી ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. જે કેસ અંગે વલસાડના એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના પોલીસ કોન્સ્ટેબલ ગિરધરભાઈ હાજાજીને મળેલી બાતમીના આધારે વાપીમાં વર્ષ 2013માં અપહરણનો ભોગ બનેલો સગીર હાલ 21 વર્ષનો છે, અને વાપીના સ્લમ વિસ્તારમાં રહેતો હોવાની બાતમી મળી હતી. જે બાતમીના આધારે ચેક કરતા ભોગ બનનાર તત્કાલીન સગીર મળી આવ્યો હતો. તેની પ્રાથમિક પૂછપરછ હાથ ધરી વલસાડ DSP કચેરી ખાતે કાર્યરત એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના PI આર. કે. રાઠવા સહિત પોલીસ જવાનોએ સગીરને તેના પરિવાર સાથે મિલાપ કરાવી આપ્યો હતો. સગીરના પરિવારે વલસાડ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના જવાનો નો આભાર વ્યક્ત કર્યો હતો.
વાપી વિસ્તારમાં પેટ્રોલીંગમાં નીકળેલા તે વખતે સાથેના પો.કો. ગિરધરભાઇ હાજાજીને મળેલી બાતમીના આધારે વાપી ટાઉન પોલીસ મથકે 8 વર્ષ અગાઉ ગુમ થયેલ સગીર અંગે અપહરણ થયો હોવાની FIR નોંધાઇ હતી. તે કેસમાં ભોગ બનનાર સગીર હાલ 21 વર્ષનો યુવક છે અને વાપીના સ્લમ વિસ્તારમાં રહેતો હોવાની બાતમી મળી હતી. જે બાતમીના આધારે ગિરધારભાઈઆ તાત્કાલિક તપાસ કરતાં આ કામે ભોગ બનનાર તત્કાલીન સગીર મળી આવ્યો હતો.
વલસાડ DSP કચેરીએ કાર્યરત એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના PI આર કે રાઠવા અને તેમની ટીમે સગીરના પરિવારની શોધખોળ કરતા તેના ઘરેથી સગીરાના કાકા મળી આવતા સગીરનો કબ્જો તેના કાકાને સુપ્રત કર્યો છે. ગુમથાયેલા સગીરે અને તેના પરિવારે વલસાડ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.