સરાહનીય સેવા:વલસાડની શ્રમજીવી મહિલાને 3 માસથી વેતન ન મળતા વલસાડ અભયમની ટીમ મદદે આવી

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શ્રમજીવી મહિલાને પગાર ન મળે તો દિવાળી બગડવાની ભીતિ હતી

છેલ્લા ત્રણ માસથી વેતન ન ચૂકવાતાં મુશ્કેલીમાં મુકાયેલ મહિલા કર્મચારીએ અંતિમ ઉપાય તરીકે 181 મહિલા હેલ્પ લાઇનમાં મદદ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. વલસાડ સ્થિત અભયમ રેસ્ક્યું ટીમ કંપનીમાં યોગ્ય રજૂઆત કરતા 3 માસનો પગાર ચૂકવી આપતા મહિલા કર્મચારીએ ટીમનો ખુબ આભાર માન્યો હતો.

વલસાડ જિલ્લાના વાપી ખાતે રહેતી એક શ્રમિક મહિલા પરીવારનુ ગુજરાન ચલાવવા માટે છેલ્લા કેટલાક વર્ષોથી વાપી સ્થિત કંપનીમાં નોકરી કરે છે. પરંતું છેલ્લા 3 માસથી મહિલા કર્મચારીને કંપની દ્વારા પગાર ન ચૂકવાતા મહિલાના ઘરની આર્થિક પરિસ્થિતિ કફોડી બની હતી. શ્રમિક મહિલા જે કંપનીમાં કામ કરતી હતી. તે કંપનીમાંથી મહિલાને પગાર ન આપતા બાળકો અન્ન વિહોણા બનતા દયનીય પરિસ્થિતિ ઊભી થઈ હતી. શ્રમિક મહિલા કંપની સંચાલકો પાસેથી પગાર માગણી કરી રહ્યી હતી. ક્યાંયથી કોઈ પણ મદદ ન મળતા આજરોજ શ્રમિક મહિલા કર્મચારીએ 181 અભયમ મહિલા હેલપલાઇનની ટીમની મદદ માંગી હતી. મહિલાએ 181ની ટીમને પોતાની આપવીતી જણાવી મદદરૂપ બનવા વિનતી કરી હતી. જેથી વલસાડ અભયમ રેસ્ક્યું ટીમ કંપનીમા પહોચી તેના મેનેજમેન્ટ સાથે મહિલા કર્મચારીને બાકી વેતન ચૂકવી આપવાં ચર્ચા કરી અને દર માસે નિયમિત વેતન આપવામા આવે જેથી કરી કોઈ તકલીફમાં મુકાય નહિ તે બાબતનું પણ ઘ્યાન દોર્યું હતું.

મેનેજમેન્ટે અભયમની ટીમની રજૂઆત સ્વીકારી કર્મચારી ને બાકી વેતન ચૂકવી આપ્યું હતું. વેતન મળતા મહીલા કર્મચારીએ અભયમની ટીમનો ખૂબ આભાર માન્યો હતો. સામી દિવાળીએ 3 માસનો પગાર મળતા મહિલાના ચહેરા ઉપર દિવાળીની ખુશી જોવા મળી હતી. કંપની સંચાલકે પણ શ્રમિક મહિલાને સમયસર પગાર ચૂકવી આપવાની ખાતરી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...