• Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • The Team Of Gujarat SGST Department Carried Out Site Inspection On 10 Firms In Vapi, Strict Action Was Taken After Finding 8 Bogus Firms.

બોગસ બિલીંગને ડામવા કાર્યવાહી:ગુજરાત SGST વિભાગની ટીમે વાપીમાં 10 પેઢીઓ પર સ્થળ નીરીક્ષણ કરી તપાસ હાથ ધરી, 8 બોગસ પેઢી મળી આવતા કડક કાર્યવાહી

વલસાડ19 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત SGST વિભાગ દ્વારા બોગસ બિલીંગનો ખાત્મો કરવા માટે સતત કાર્યવાહી કરવામાં આવી રહેલ છે. ગુજરાત SGST વિભાગ આર્થિક ગુનાઓ આચરતા ગુનેગારોને શોધી આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવા ઝુંબેશ શરૂ કરી છે. ત્યારે 9મી જાન્યુઆરીના રોજ કુલ -10 પેઢીઓના સરનામાંઓ ઉપર ગુજરાત SGSTની વાપી વિભાગના અધિકારીઓ દ્વારા સ્થળ નીરીક્ષણની કામગીરી કરવામાં આવી હતી. જેમાં 10 પેઢીઓ પૈકી 8 પેઢીઓ બોગસ હોવાનું સામે આવ્યું હતું. આ 8 પેઢીઓ દ્વારા ડુપ્લીકેટ 38.27 કરોડના બિલ ઇશ્યુ કરીને SGSTમાંથી 6.07 કરોડ વેરા શાખ પાસઓન મેળવી વિભાગ સાથે છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે.

આ કાર્યવાહીમાં પ્રાથમિક તપાસમાં 8 પેઢીઓ બોગસ મળી આવેલ છે. આ બોગસ પેઢીઓ પૈકી 2 પેઢીઓમાં ડોક્યુમેન્ટસનો દુરઉપયોગ કર્યો હોવાનું GSTના અધિકારીઓના ધ્યાને આવેલ છે. ચકાસણીની કામગીરીમાં પેઢી સંચાલકો તારોકે દર્શાવેલ 5 ઇસમો મળી આવેલ નથી. જેમની શોધખોળની કાર્યવાહી હાથ ધરેલ છે. આ બોગસ પેઢીઓ મારફતે રૂ. 38.27 કરોડના બિલો ઇસ્યુ કરી રૂ. 6.07 કરોડ વેરાશાખ પાસઓન કરવામાં આવેલ છે. આવી બોગસ પેટીઓની મદદથી છેતરપીંડી આચરી ખોટી રીતે વેરાશાખામાંથી રિફંડ મેળવાનાર રીયલ ટેક્ષયર એટલે કે બેનીફીશયરી સુધી GST સીસ્ટમથી પહોચી શકાય છે. જેથી વિભાગ દ્વારા આવી પેઢીઓ થકી ખોટી વેરાશાખ ભોગવનાર પાસેથી વેરાની વસુલાત તથા આવી પેઢીઓ ઉભી કરનાર અને તેને સંચાલિત કરતા ઇસમો સામે ધરપકડ સહિતની કાર્યવાહી કડક હાથે કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...