કામગીરી:વલસાડ હાઇવેના ખાડાની ઓનલાઇન ફરિયાદ થતાં તંત્રએ પેચ વર્ક શરૂ કર્યું

વલસાડ24 દિવસ પહેલા
  • કૉપી લિંક

જિલ્લામાં સતત અવરજવર કરતા હજારો વાહનચાલકોને હાઇવે પર પડેલા ખાડાઓથી પડતી હાલાકી અને અકસ્માતના બનાવો,જોખમો મામલે વલસાડ પાલિકાના અપક્ષ સભ્ય નિતેશવશીએ નેશનલ હાઇવે ઓથોરિટીને ઓનલાઇન પબ્લિક ગ્રીવન્સિસ હેઠળ ફરિયાદ કરી હતી.જેમાં વલસાડના ડુંગરીથી વાપી સુધીના મુખ્ય હાઇવે રોડ પર પડેલા ખાડાઓની મરામત કરવા માટે દાદ માગવામાં આવી હતી.

આ મામલે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના પરિયોજના નિર્દેશકે સંજ્ઞાન લઇને ઓથોરિટીના કન્સલ્ટિંગ એન્જિનીયર્સ ગ્રુપ લિ.ના પ્રોજેક્ટ ડાયરેકટર,ભરૂચ વિભાગનાઓને તાત્કાલિક પત્ર પાઠવી અરજદાર નિતેશવશીની જાહેર હિતની ફરિયાદ હેઠળ ખાડાઓની મરામત કરવા સૂચના જારી કરવામાં આવી હતી.જે હેઠળ હાઇવે પર ખાડાઓ પર પેચ વર્કની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...