તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોંઘવારીમાં વધુ ફટકો:જિલ્લામાં 3.50 લાખ ગેસ સિલિન્ડરની સબસિડી 7 માસથી ખાતામાં જમા ન થઇ

વલસાડ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ડિલિવરી સમયે અપાતા બિલોમાંથી પણ સબસિડીની રકમનો આંક ગાયબ
  • સબસિડી અચાનક જમા થતી બંધ થઇ જતાં મહિલાઓમાં ભારે રોષ સાથે ગણગણાટ વધ્યો

વલસાડ જિલ્લામાં 3.50 લાખ જેટલા ગેસ સિલિન્ડર જોડાણ ધરાવતા ગ્રાહકોના બિલમાં સબસિડી જમા ન થતાં મોંઘવારીમાં વધુ મુશ્કેલી ઉભી થઇ રહી છે. મધ્યમ અને ગરીબ વર્ગના લોકોમાં ઘરેલું રાંધણગેસના સિલિન્ડર ઉપર રાહત રૂપે અપાતી સબસિડી છેલ્લા 7 થી 8 માસથી જમા થઇ નથી.જેના કારણેમહિલાઓના રસોઇના બજેટ પર વધુ બોજ પડવા માડ્યો છે.વિક્રેતાઓ દ્વારા સિલિન્ડરની ડિલીવરી સમયે અપાતા બિલમાંથી પણ સબસિડીની રકમનો આંકડો જ ગાયબ થઇ ગયો છે.

સરકાર દ્વારા ડોમેસ્ટિક ગેસ સિલિન્ડર ઉપર રૂ.225થી વધુની સબસિડી ગ્રાહકોના બેંક ખાતામાં જમા થતી હતી.ગ્રાહકોને ઘરેલું રાંધણ ગેસમાં અપાતી રાહતરૂપ આ સબસિડી થી લાખો ગ્રાહકોને થોડા ઘણાં અંશે હાશકારો અનુભવાતો હતો,પરંતું વલસાડ જિલ્લામાં કોરોનાકાળ શરૂ થયા બાદ થોડા માસ સુધી સબસિડીની રકમ ખાતામા જમા થયા બાદ છેલ્લા 7 થી 8 માસથી આ સબસિડી અચાનક જમા થતી બંધ થઇ જતાં મહિલાઓમાં ભારે ગણગણાટ શરૂ થયો છે.આ સબસિડી જમા થવાનું બંધ કરવા માટે સરકારે કોઇ જાણકારી આપી નથી ત્યારે ગ્રાહકો સબસિડી માટે ચાતકની જેમ રાહ જોઇ રહ્યા છતાં મહિનાઓથી કોઇ ઉકેલ જોવા મળ્યો નથી.

વિક્રેતાઓ સીધા સબસિડી વિનાનો બિલ પકડાવી દેતાં ગ્રાહકોને સિલિન્ડરની પૂરેપૂરી રકમ ચૂકવવા સિવાય કોઇ વિકલ્પ રહ્યો નથી.બીજી તરફ મોંઘવારીનો અજગરી ભરડામાં પિસાતા કુટુંબો માટે સિલિન્ડરોના ભાવો આસમાને પહોંચ્યા છે છતાં સબસિડી કેમ જમા થઇ નથી તેનો કોઇ જવાબ મળતો નથી.વિક્રેતાઓને જે ભાવ સિલિન્ડરોના છે તે રકમના બિલો બનાવી ગ્રાહકોને મોકલી ડિલીવરી કરી દેવામા આવે છે.આ બિલોમાં સબસિડીની રકમનો આંકડાની એન્ટ્રી થયેલી હોતી નથી.જેના કારણે મહિલાઓના રસોઇના બજેટમાં વધુ બોજો વધી રહ્યો છે.ચૂંટણીના માહોલમાં મોંઘવારીના મુદ્દા હાસિયામાં ધકેલાઇ જતાં લોકોમાં હવે સબસિડી અપાશે કે કેમ તેવા પ્રશ્નો ઉઠી રહ્યા છે.

સિલિન્ડરનું બુકિંગ સીધું કંપનીના રેકર્ડ પર નોંધાય છે
અગાઉ જે વિક્રેતા હોય છે તેમના ત્યાં ગેસબુક લઇને ગ્રાહકો શોપ પર પહોંચી ગેસ સિલિન્ડરનું બુકિંગ કરાવતા હતા.પરંતું છેલ્લા 1 વર્ષથી ડાયરેકટ્ જે તે કંપનીઓના તૈયાર કરાયેલા પોર્ટલ પર બુકિંગ થતાં વિક્રેતાઓ દ્વારા ગેસ સિલિન્ડરોની ડિલિવરી આપવામાં આવે છે.

વિક્રેતાઓના કોમ્પ્યુટરાઇઝ બિલોમાં પણ સબસિડીની રકમ નથી
એક વિક્રેતાના જણાવ્યા મુજબ ગેસ સિલિન્ડરના બિલો કોમ્પ્યુટરાઇઝ હોય છે જેની એન્ટ્રીમાં પણ સબસિડીની રકમ દર્શાવવામાં આવતી નથી.જે બિલો બને છે તે કંપનીઓના ભાવ મુજબ તૈયાર થતા હોય છે જે ગ્રાહકોને આપવામાં આવે છે.સબસિડી ઘણા સમયથી બિલોમાં પણ દર્શાવવામાં આવતી નથી.ગ્રાહકો પુછતાછ કરતા રહે છે,પરંતું જે બિલો હોય છે તે જ ગ્રાહકોને મોકલવામાં આવે છે.

બે ચાર દિવસમાં સબસિડી જમા થતા હતા
ગ્રાહકોને સબસિડી ન મળતાં તેમના પરિવારની રસોઇનું બજેટ વધી ગયું છે.અગાઉ ગેસ સિલિન્ડર નોંધાવ્યા બાદ સિલિન્ડરની ડિલિવરી લીધા પછી બે ચાર દિવસ પછી બેંક ખાતામાં સબસિડીની રકમ જમા થઇ જતી હતી,પરંતું હવે સાતેક મહિનાથી સબસિડી ખાતામાં જમા થતી બંધ થઇ ગઇ છે.આ અંગે અનેકો દ્વારા ગણગણાટ સાંભ‌‌‌ળવા મળી રહ્યું છે તેવુ એક ગ્રાહકે જણાવ્યુ હતુ.

આટલા ગ્રાહકો
તાલુકોગ્રાહકો
વલસાડ100022
પારડી48564
વાપી108900
ઉમરગામ41441
ધરમપુર39332
કપરાડા12146
કુલ350405

​​​​​​સિલિન્ડરના ભાવ રૂ. 826 ચૂકવવા પડે છે

હાલમાં જે ઘરેલું સિલિન્ડરો ગ્રાહકોને આપવામાં આવે છે તેના ભાવ પ્રતિ સિલિન્ડર રૂ.826 જેટલા બિલમાં દર્શાવવામાં આવે છે.પરંતું આ બિલમાં સબસિડીની રકમ બાદ કરવામાં આવતી નથી.અગાઉ બિલોમાં રૂ.250 સુધીની સબસિડીની રકમ બિલમાંથી બાદ કર્યા બાદ બાકીની રકમ ચૂકવવાની થતી હતી. - એક ડિલર

અન્ય સમાચારો પણ છે...