વલસાડના ધરમપુરની વનરાજ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ને પ્રથમ વર્ષમાં અભ્યાસ કરવા માટે 968થી વધુ વિદ્યાર્થીઓ પાસેથી રૂ 1 હજાર લઈને ટેબ્લેટ આપવાની યોજના હેઠળ રૂપિયા ઉઘરાવવામાં આવ્યા હતા. જે કોલેજના ત્રીજા વર્ષે પણ ટેબ્લેટ ન મળતા વિદ્યાર્થીઓએ આદિવાસી સમાજના અગ્રણીઓ સાથે રજુઆત કરી ધરણાં પ્રદર્શન ઉપર આજરોજ બેસવાની ચીમકી આપી હતી. જેને લઈને વાંસદના ધારાસભ્ય અનંત પટેલ અને તાલુકા પંચાયતના અપક્ષ સભ્યની આગેવાનીમાં આજરોજ વિદ્યાર્થીઓને ટેબ્લેટ નહિ મળતા ધરણાં પ્રદર્શન ઉપર બેઠા હતા. વલસાડ વાંસદા તાલુકાના ધારાસભ્ય અને આદિવાસી નેતા કલ્પેશ પટેલની આગેવાનીમાં વિદ્યાર્થીઓને ન્યાય મળે એ હેતુથી ધરણા યોજવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓએ ધરણા યોજતા જ આજે કોલેજમાં ટેબ્લેટ આવી ગયા હતા અને આપવાની જાહેરાત પણ કરી દેવાઈ હતી.
ધરમપુરની વનરાજ કોલેજમાં 2019માં કોલેજના પ્રથમ વર્ષમાં આવનાર વિદ્યાર્થીઓને એક હજાર રૂપિયા ઉઘરાવી ટેબ્લેટ મોબાઈલ આપવાનું કહી રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. વનરાજ કોલેજના વિદ્યાર્થીઓ થર્ડ ઈયરમાં આવ્યા બાદ પણ વિદ્યાર્થીઓને ટેબ્લેટ ન મળતા વિદ્યાર્થીઓએ વનરાજ કોલેજના આચાર્યને આવેદન પત્ર પાઠવી ટેબ્લેટ આપવાની માંગ સાથે આદિવાસી સમાજના આગેવાનોએ આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી.
વિદ્યાર્થીઓ ત્રીજા વર્ષમાં પહોંચી ગયા હોવા છતાં ટેબ્લેટ ન મળતા આદિવાસી વિદ્યાર્થીઓએ આંદોલનની ચીમકી આપી હતી. 968 જેટલા વિદ્યાર્થીઓને ટેબ્લેટ ન મળ્યા હતા અને આજરોજ ધરણા કરવા બેસેલ વિદ્યાર્થીઓએ વિરોધ કરતા અચાનક ટેબ્લેટ કોલેજ માં પ્રગટ થઇ ગયા હતા અને વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવાની જાહેરાત કરાઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.