અકસ્માત:દાનહમાં પાલિકાના કચરો લેવા આવતા ટેમ્પોએ વિદ્યાર્થીને અડફેટે લીધો, ગંભીર ઈજા થતા મોત

વલસાડ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલિકાના વાહનનો ચાલક રસ્તા ઉપર કચરો ભરેલો ટેમ્પો મૂકી ફરાર થયો
  • ડ્રાયવર સામે ફરિયાદ નોંધાતા પોલીસે આગળની તપાસ હાથ ધરી

વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં પાલિકાના કચરો લેવા જતા ટેમ્પો ચાલકે 11માં ધોરણના સગીર વિદ્યાર્થીને અડફેટે લીધો હતો. જેથી સગીરાનું ઘટના સ્થળે મોત થયું હતું. આ ઘટનાની જાણ સેલવાસ પોલીસની ટીમને થતા પોલીસે તાત્કાલિક ઘટમાં સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. નગર પાલિકાના વાહનનો ચાલક રસ્તા ઉપર કચરો ભરેલો ટેમ્પો મૂકી ફરાર થઇ ગયો હતો.

વલસાડ જિલ્લાને અડીને આવેલા દાદર નગર હવેલીના સેલવાસ નગર પાલિકાના કચરો લેવા જતા ટેમ્પો ન. DN-09-S-9027ના ચાલકે ગફલત ભરી રીતે કચરો ભરેલો ટેમ્પો હંકારી લાવી શહીદ ચોક ખાતે રસ્તે ક્રોસ કરતા એક વિદ્યાર્થીને અડફેટે લીધો હતો. જેથી વિદ્યાર્થીનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું હતું. અકસ્માત થતા સેલવાસ નગર પાલિકાનો ટેમ્પો ચાલક ટેમ્પો મૂકી ફરાર થઇ ગયો હતો.

અકસ્માતની ઘટનાને લઈ સ્થાનિક લોકો અને રાહદારીઓ દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોએ તાત્કાલિક 108ની ટીમની મદદ લઈને વિદ્યાર્થીને નજીકની હોસ્પિટલ ખસેડી જીવ બચાવવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાની જાણ વિદ્યાર્થીના પરિવારના સભ્યોને થતા પરિવારના સભ્યોમાં નગર પાલિકાના ટેમ્પો ચાલક સામે ભારે આક્રોશ જોવા મળ્યો હતો. સેલવાસ પોલીસ મથકે પરિવારના સભ્યોએ નગર પાલિકાના કચરાના ટેમ્પો ડ્રાયવર સામે FIR નોંધાવી હતી. પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...